ડીસા શહેરમાં ધોળા દિવસે ચોરીનો નિષ્ફળ પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:38:31
  • Views : 699
  • Modified Date : 2019-07-12 11:38:31

ડીસા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગતરોજ ડીસા શહેરના સોમનાથ ટાઉનશિપમાં વધુ એક ચોરીની ઘટના બનવા પામી હતી. જેમાં એક શખ્સ ધોળા દિવસે ઘરમાં મહિલાને એકલી સમજીને ચોરી કરવા જતાં ઝડપાઈ ગયો હતો. જેથી ચોરને આજુબાજુના લોકોએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ચોરી અને લૂંટના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ ડીસા શહેરના સોમનાથ ટાઉનશીપમાં દિન દહાડે ચોરી કરવા ગયેલ યુવક ઝડપાઈ ગયો હતો. ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કેવી હશે તેની ગવાહી આપી રહી છે. ડીસા શહેરમાં ચોરોને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી અને ધોળા દિવસે બિન્દાસ પણે લોકોના ઘરમાં ઘુસીને ચોરી કરવાની ઘટનાને
 અંજામ આપતા પણ અચકાતા નથી. ત્યારે  ડીસાના સોમનાથ ટાઉનશીપમાં રહેતા કેયુરભાઈના ધર્મ પÂત્ન ભાવનાબેન સોની ઘરે હતા. ત્યારે એક શખ્સે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ કેયુરભાઈ ઘરમાં હાજર હોવાથી આ શખ્સોને ઝડપી પાડયો હતો અને તાત્કાલિક પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનાથી આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ ચોરને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News