થરાદના દોલતપુરા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:09:37
  • Views : 432
  • Modified Date : 2021-01-18 12:09:37

થરાદ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ  થરાદ તથા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન થરાદ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન  બાતમી મળતા લોરવાડા ગામની સીમમાં  એક ખેતરમાં  જઇ તપાસ કરતા બે માસ અગાઉ દોલતપુરા ગામે થયેલ સોલારપ્લેટની ચોરીની બે પ્લેટો મળી આવતા હાજર જબીબેન રમેશભાઇ ઠાકોરને પુછતા જણાવેલ કે મારા  ભાણેજ દશરથભાઇ શાંન્તીભાઇ ઠાકોર રહે. લેડાઉ તથા રાજેશભાઇ વાલજીભાઇ ઠાકોર રહે.જલોયા તથા ભરતભાઇ મુળાભાઇ
ઠાકોર રહે.લેડાઉ વાળાઓએ પ્રવિણભાઇ બાજુભાઇ ઠાકોર રહે. ઇઢાટા વાળાની રીક્ષામાં લઇ આવી પ્લેટો મારા ખેતરમાં લગાવવા સારૂ લાવીને મુકેલ હોવાનંુ જણાવતા બન્ને સોલારપ્લેટો પો.સ્ટે. લાવી આરોપી દશરથભાઇ શાંન્તીભાઇ ઠાકોર રહે. લેટાઉ વાળાની સધન પુછપરછ કરતા (૧) દશરથભાઇ શાંન્તીભાઇ ઠાકોર રહે. લેડાઉ તા.થરાદ (૨) રાજેશભાઇ વાલજીભાઇ ઠાકોર રહે.જલોયા તા. સુઇગામ (૩) ભરતભાઇ મુળાભાઇ ઠાકોર રહે.લેડાઉ તા.થરાદ (૪) પ્રવિણભાઇ બાજુભાઇ ઠાકોર રહે. ઇઢાટા તા. થરાદ વાળાઓને
દોલતપુરા સીમમાં એક ખેતરમાંથી ચોરી કરેલાની કબુલાત કરતા સદરહું ચોરીમાં ગયેલ અસલ મુદ્દામાલની બે સોલારપ્લેટ કિં.રૂ. ૧૦,૦૦૦/- ની કબ્જે કરેલ છે અને ગુનાના કામે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News