સેકટર ૭ની પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:03:15
  • Views : 284
  • Modified Date : 2021-03-09 11:03:15

ગાંધીનગરમાં જિલ્લામાં નવા વિકસિત એરિયામાં કન્સ્ટ્રક્શનું કામ પુર જાેશમાં ચાલતું હોય છે. જેમાં આરસીસીને ભરવા પતરાના ફર્માનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આગાઉ ચોરીની ફરિયાદ આધારે સેકટર-૭ પોલીસે આવા આરસીસીના પતરા ચોરતા ૨ ઈસમને ઝડપી પડ્યા છે.
મળતી માહિતી મુજબ સર્વેલન્સ ઇન્ચાર્જ સ્કોર્ડના એમ.એસ રાણાના માર્ગદર્શન હેઠળ આવા આરોપીઓને શોધી પાડી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે ગતરોજ ગાંધીનગર જિલ્લાના સેક્ટર-૭ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે
પો.સબ.ઇ એ.એમ ચૌધરી અને પો.કો. ધમેર્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી.ત્યારે બાતમીના આધારે બન્ને આરોપી ખરીદનાર અને માલવેચનાર નલિન દલસુખભાઈ ઉધરેજીયા અને કનૈયાલાલ હીરાલાલ ગુર્જર કૂલ-૪૮ પતરાના ફર્મા રૂ.૨૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News