ડીસાના ગવાડીમાં થયેલ ચોરીના આરોપીઓ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:26:05
  • Views : 1283
  • Modified Date : 2019-06-28 11:26:05

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ચોરી અને લૂંટના બનાવમાં વધારો થઇ રહ્યો હતો. ત્યારે ડીસા દક્ષિણ
પોલીસને ડીસાના ગવાડી વિસ્તારમાં થયેલ ચોરીના આરોપીને પકડી મોટી સફળતા હાંસલ કરી છે. થોડાં દિવસ અગાઉ ડીસાના ગવાડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને ડીસા દક્ષિણ પોલીસે ઝડપી પાડયા છે. તેમની તપાસ દરમિયાન આરોપીઓએ અન્ય ગુનાઓની પણ કબુલાત કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ગુનાહિત પ્રવૃતિઓ દિવસને દિવસે વધી રહી છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ચોરી અને લૂંટના ગુનાઓ સામે  આવી રહ્યા છે. ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં થોડાં દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓને ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં ૧૧ દિવસ અગાઉ એક ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં ચોરોએ સોના-ચાંદીના દાગીના જેની કિંમત. ૧,૪૬,૦૦ અને રોકડ. ૩૫,૦૦૦ કુલ મળી. ૧,૮૧,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ ફરિયાદીએ ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. જે બાદ ડીસા દક્ષિણ પોલીસના પી.આઈ. એસ.બી.શર્માએ આ ચોરીની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ચોરીના બે આરોપીઓ પૈસા લઈ અને
પાટણ તરફ જઈ રહ્યા છે. ત્યારે પોલીસે ભોપાનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન આ બન્ને ચોરીના આરોપીઓ ખાનગી વાહનમાં બેસી આવતા પોલીસે તેમને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. જે બાદ પોલીસે આ બંને
આરોપીઓને ડીસા દક્ષિણ
પોલીસે લઈ આવી અન્ય ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં તે માટેની પૂછતાછ શરૂ કરી હતી. જેમાં આરોપી (૧) આઝમ ઈકબાલ કુરેશી રહે. ગંજીપુરા. ગવાડી (૨) મુજીદ સિરાજુદ્દીન શેખ રહે. સાહિલ સોસાયટી, ગવાડી, ડીસા બંને અગાઉ પણ બે અલગ અલગ જગ્યાઓ પર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસે હાલ તો ડીસાના ગવાડી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં હાલ તો સોના-ચાંદીના દાગીના કિંમત ૧,૨૯,૪૧૭ અને રોકડ ૮૦૦૦ કુલ મળી  ૧,૩૭,૪૧૭ નો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News