બનાસકાંઠામાં રેતીની ચોરી કરતા શખ્સોને રૂપિયા ૭.૯૦ લાખનો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 11:20:21
  • Views : 736
  • Modified Date : 2019-08-08 11:20:21

બનાસકાંઠા જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રેતી ખનન કરતાં તેમજ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જ્યાં છેલ્લા બે દિવસમાં દિયોદર તેમજ કાંકરેજ તાલુકાના ઉંબરી અને કંબોઇ નજીકથી રેતીની ચોરી કરતાં ત્રણ ડમ્પર ઝડપી લેવાયા હતા. જેમના માલિકોને રૂપિયા ૭.૯૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી અને તેમની ટીમ દ્વારા ભૂમાફિયા તેમજ રેતી- ખનીજની ચોરી કરતાં શખ્સો સામે લાલ આંખ કરી અવાર- નવાર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ જિલ્લામાંથી
રેકોર્ડબ્રેક આવક સરકારી તિજોરીમાં જમા કરાવી છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં દિયોદર તેમજ કાંકરેજ તાલુકાના ઉંબરી અને કંબોઇ નજીકથી રેતીની ચોરી કરતાં ત્રણ ડમ્પર ઝડપી લેવાયા હતા. જેમના માલિકોને રૂપિયા ૭.૯૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે સુભાષ જોષીએ જણાવ્યું હતુ કે, ડમ્પર નંબર જીજે. ૦૮. એ. યુ. ૭૫૭૬માંથી ૩૨ એમ.ટી., જીજે. ૨૭. ટી. ૯૯૬૫માંથી ૨૮ એમ. ટી.,  અને જીજે. ૨૪. એક્ષ. ૭૬૮૮ માંથી ૩૮ એમ. ટી. ઓવરલોડ રેતી  ઝડપાઇ હતી. આ અંગે ડમ્પર માલિકો પાસેથી રૂપિયા ૭.૯૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ અંદાજે કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News