ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨ એ મધર ડેરી ભાટ પાસેથી રીક્ષા ચોરી કરનાર શખ્સને ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:51:06
  • Views : 319
  • Modified Date : 2020-09-04 11:51:06

ગાંધીનગર એલસીબી
પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં એક પછી એક ગુનાના ભેદ ઉકેલાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર મધર ડેરી ભાટ
પાસેથી ગત તા. ૨૮ ઓગષ્ઠના રોજ ચોરાયેલી રીક્ષા સહિત અન્ય રીક્ષા ચોરીનો ભેદ ગાંધીનગર એલસીબી-૨ ઉકેલવામાં સફળ રહી છે. રીક્ષા ચોરીના આરોપીને પોલીસે
ઝડપી પાડી તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગત ૨૮મી ઓગષ્ઠના રોજ મધર ડેરી ભાટ પાસે રીક્ષાચાલકે પોતાની રીક્ષા નંબર જીજે ૧ ટીઈ ૪૬૫૩
 પાર્ક કરી હતી. ત્યાંથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી
પલાયન થઈ ગયો હતો. આ બાબતે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચલાવેલી ઝુંબેશમાં અને ચોક્કસ બાતમીને આધારે ઉપરોક્ત ચોરાયેલી રીક્ષા અડાલજ નર્મદા કેનાલ પાસેથી પસાર થવાની બાતમીને આધારે
પોલીસે વોચ ગોઠવી દીધી હતી. બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને ઉભી રાખી અને રીક્ષાની અંદર અન્ય ૮ જેટલા ટાયર જોતા પોલીસને વધારે શંકા જતા કડકાઈથી
પુછપરછ કરી હતી. આ યુવાન રીક્ષા ચોરી કરીને તેના
સ્પેરપાર્ટ જુદી જુદી જગ્યાએ વહેંચી મારતો હતો અને બાકીની સ્પેરપાર્ટસ ભંગારમાં આપી દેતો હતો. પોલીસે આરોપી યુવાન મંગળદાસ જયંતિલાલ પટણી રહે. મેઘાણીનગર, અમદાવાદ તેનો સાગરીત સચીન ગોપાળભાઈ
 પટણીને ઝડપી પાડી તેમની વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી આ યુવાનો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહી તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News