ધાનેરાના લવારા ગામે ચોરી કરનાર ઇસમો જેલના હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 11:29:41
  • Views : 887
  • Modified Date : 2019-07-08 11:29:41

ધાનેરા તાલુકાના લવારા ગામે રહેતા મકનસિંહ સુરતસિંહ વાઘેલા બસ સ્ટેન્ડ
પાસે હાઇવે ઉપર પોતાની મલીનાથ કરીયાણાની દુકાન ચલાવતા હતા. તેઓ ૧ જુલાઇની મોડી સાંજે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને બીજા દિવસે જ્યારે દુકાને આવ્યા ત્યારે દુકાનના શટરના તાળા તુટેલા અને શટર એક ફુટ જેટલુ ખોલેલું જોવા મળેલ. જેથી દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી તેલ તેમજ બીડી અને રોકડ રકમ મળીને રૂ.૩૫૯૩૫ ના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જાણવા મળેલ તે દિવસે રાત્રે તેમના ગામના એક ભાઇ ટ્રેકટર લઇને નીકળ્યા ત્યારે ત્યાં કોટડા ગામના  સુરેશભાઇ ગોકળાભાઇ ચૌધરી, ભીખાભાઇ જેસુંગભાઇ ચૌધરી તથા પ્રવિણભાઇ ભેરાભાઇ માળી ત્રણેય ઇસમો બોલેરો ગાડી નં. જીજે ૩૫ બી ૩૦૨૨ લઇને ઉભા હતા જેથી આ ત્રણે ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે તપાસ હાથ ધરીને આ ત્રણે ઇસમોની શોધખોળ કરતા સુરેશભાઇ ગોકળાભાઇ ચૌધરી અને પ્રવિણભાઇ ભેરાભાઇ માળી મળી આવેલ. અને તેમની ઉલટ તપાસ કરતા તેઓએે ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે આ બંન્ને ઇસમો પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ તેમજ ચોરીમાં વપરાયેલ બોલેરો ગાડી કબ્જે લીધી હતી. તેમજ તાળા કાપવામાં વપરાયેલ કટર મશીન પણ કબ્જે લેવામાં આવ્યું હતું અને આ બન્ને ઇસમોને જેલના હવાલે કર્યા હતા.

Download Our B K News Today App



Related News