ડીસામાં સક્રિય ટોળકીએ સોનાની ચેઇનની લૂંટ ચલાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 05:30:47
  • Views : 455
  • Modified Date : 2019-04-14 05:30:47

ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે.ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે. ઢુવાની વિધવા મહિલાની વાસણની દુકાનમાં વજન કાંટા પાસે મુકેલી દાગીના ભરેલી થેલી કોઈ ગઠિયો આબાદ ઉઠાવી ગયો હતો જે સમાચારની હજી શ્યાહી પણ સુકાઈ નથી ત્યાં ધોળા દિવસે ચિલઝડપનો બનાવ બનવા પામ્યો હતો. મળતી વિગતો મુજબ શહેરના હરસોલિયાવાસમાં રહેતા રાણાભાઇ મગાજી જોશી (ઉ.વ. ૭૦ ) પÂત્ન સાથે ડા. પ્રવિણ ઠક્કરના દવાખાને ગયા હતા. જ્યાં કામ પતાવી પરત ઘરે જતા હતા ત્યારે ઘરના ઝાંપામાં વળતા જ એક બુકાનીધારી યુવક તેમના ગળામાં હાથ નાખી બે તોલા સોનાની  ચેન ઝુંટવી  ભાગી છૂટ્યો હતો. અચાનક બનેલા બનાવથી હેબતાઈને તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ યુવક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.ચિલઝડપના પ્રયાસમાં યુવકે ધક્કો મારતાં તેમને હાથે ફેક્ચર પણ થવા પામ્યું હતું. આ બાબતે તેમણે ઉત્તર પોલીસ મથકે રૂ. ૮૦,૦૦૦ ની સોનાની ચેનની ચિલઝડપની અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે માત્ર જાણવા જોગ નોંધ કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.


Download Our B K News Today App



Related News