થરાદમાં ચોરી કરવા આવેલ ગેંગને થરાદ પોલીસે ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 10:35:50
  • Views : 716
  • Modified Date : 2019-04-15 10:35:50

થરાદ તાલુકામાં વિવિધ જગ્યાએ ચોરી થતાં થરાદ એસ.એસ.પી અજીત રાજ્યણ અને થરાદ પી.આઈ આચાર્ય  અને પી.એસ.આઈ કે.કે. રાઠોડ દ્વારા સખત પ્રેટ્રોલીંગ અને વિવિધ ટીમો બનાવી થરાદ ખાતેથી ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં થરાદ પંથકમાં અગાઉ થયેલી ચોરીની પણ આરોપીએ પોલીસ સામે કબુલાત કરી હતી. તેમજ અત્યારે બીજા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ આરોપીઓની રીમાન્ડ કરી રહી હતી. થરાદના માંગરોળ ગામે થયેલી હત્યાના આરોપી  ભીખીબેનને પણ પોલીસે પકડી પાડી હત્યાની કબુલાત  પોલીસ સામે આવી હતી. થરાદ પોલીસે સારી કામગીરી તેમજ છેલ્લાં ૩ વર્ષની ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવશે તેમજ થરાદ પંથકમાં એસ.એસ.પી અજીત રાજયણના આવવાથી ફફડાટ મચવા લાગ્યો હતો.


Download Our B K News Today App



Related News