ધાનેરા વિવેકાનંદ સોસાયટીમાં ૫.૩૦ લાખની ચોરી કરી ચોર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:44:40
  • Views : 472
  • Modified Date : 2019-07-01 10:44:40

ધાનેરા-ડીસા હાઈવે પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં શનિવારની રાત્રિએ બારીની ગ્રીલ તોડી તિજોરીમાં પડેલ દાગીનાની ચોરી કરી ઇસમો ફરાર થઇ જતો વહેલી સવારે પરિવારને ખબર પડતા મકાન માલિકે ધાનેરા  પોલીસ મથકે ૫.૩૦ લાખના દાગીનાની  ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા શહેરમાં પી.આઈ. સોલકી આવતા ચોરીના બનાવો ઉપર કાબુ આવ્યો હતો. જેથી ધાનેરા પોલીસ પણ નિરાંત અનુભવી  હતી પરંતુ શનિવારની રાત્રિના સમયે ધાનેરા ડીસા હાઈવે ઉપર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતા હરેશકુમાર હંજારી ભાઈ ત્રિવેદી પોતાના પરિવાર સાથે રહે છે જે શનિવાર ના રાત્રિના  અગિયાર વાગ્યાના સુમારે જમીને પોતાના ઘરની ઓસરીમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમોએ તેમના ઘરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીની ચાવી શોધી કાઢી તિજોરીમાંથી તમામ દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અને જ્યારે મીઠી નિંદર માણી સવારે પરિવાર જાગ્યો ત્યારે ઘરમાં જોયું તો તિજોરી ખુલ્લી જોવા મળતા ચોરી થઇ હોવાનું જાણવા મળેલ અને બારી ની ગ્રીલ પણ તૂટેલ હતી જેથી  હરેશભાઈ ત્રિવેદીએ તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા હરેશભાઈ ત્રિવેદીના તિજોરીમાંથી તમામ દાગીનાઓ જેની કિંમત રૂ.૫,૩૦૦૦૦ દાગીના ચોરાયા હોવાનું જાણવા મળેલ જેથી મકાન માલિક  હરેશભાઈ ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી ધાનેરા પોલીસે પણ ચોરી કરનાર ઈસમોને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News