દિયોદરના ફોરાણા ગામે મંદિરમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-10 11:33:20
  • Views : 406
  • Modified Date : 2019-12-10 11:33:20

દિયોદર તાલુકામાં ટુક સમયમાં તાલુકાના ગામેગામ ચોરીઓના બનાવોમાં એકદમ વધારો થયો હોય તેમ તસ્કરો દરરોજ મંદિરને ટાર્ગેટ કરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓની ભાવનાઓ સાથે ખીલવાડ થઈ રહ્યા છે. ખાસ કે મંદિરોમાં આટ આટલી ચોરીઓ દિનપ્રતિદિન વધી રહી છે પણ પોલીસના
પેટમાંથી પાણી પણ હલતું નથી. ઓઢા ગામની ચોરીની હજુ સ્યાહી સુકાઈ નથી ત્યાં  ફોરણા ગામમાં સવાલાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવા છતાં તપાસમાં માત્ર ઢાકપિછોડો કરતું હોય તેમ માત્ર અરજી ઉપર રાખી તપાસનું નાટક કરે છે
પોલીસ તેવું ફોરણાના ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે દિયોદર પોલીસ સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સને કામે લગાડી અને કામ કરે તો આ ફોરણા મંદિરમાં ચોરીનો ગુન્હો પળવારમાં ઉકેલાય તેવું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને પોલીસ તપાસ સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. ત્યારે દિયોદર પોલીસ તટસ્થતાપૂર્વક તપાસ કરે તેવી લોકલાગણી હોઈ ઘટતું થાય તે જરૂરી.


Download Our B K News Today App



Related News