ડીસાના સોની બજારમાંથી રૂ.૬૦,૦૦૦ની ચોરી કરેલ ઇસમોને પકડી પાડતી નડિયાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:38:22
  • Views : 539
  • Modified Date : 2019-05-12 11:38:22

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મળતા જિલ્લાના અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવેલ. જે સૂચનાઓના આધારે જી. એસ.શ્યાન (નાયબ પોલીસ અધિક્ષક,નડિયાદ)ના માર્ગદર્શન તથા નડિયાદ પોલીસના રમણભાઇ રામસિંગ, રાજુભાઇ, વિકાસભાઇ,
અર્જુનસિંહ સહિતના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન રાજુભાઇને મળેલ બાતમી આધારે તા.૬-૫-૧૯ના રોજ બ.કાં.ના ડીસામાં આવેલ સોની બજારમાંથી રોકડ રૂપિયા ૬૦,૦૦૦ની ચોરી થયેલ. તેમજ તે અંગેનો સી.સી.ટી.વી. ફુટેજનો વિડીયો સોશિયલ મીડિયાના એપ વોટસઅપ પર વાઇરલ થતાં જે વિડીયોમાં સામેલ વ્યક્તિ નડિયાદના ઇન્દિરાનગરીમાં રહેતા હોવાની જાણ થવા પામી હતી.જે વિડીયોમાં તે વ્યક્તિ કેસરી કલરની ટી-શર્ટમાં તેમજ આછા ભૂરા રંગના જીન્સ પેન્ટ સાથે જાવા મળ્યો હતો.ત્યારબાદ પોલીસ દ્વારા તે વિસ્તારમાં અલગ-અલગ સ્થાનો પર વોચ ગોઠવવામાં આવી હતી.ત્યારે તે પ્રમાણેના કરેલો વ્યક્તિ ત્યાંથી પસાર થતાં તેની સઘન પુછપરછ કરવામાં આવતા તેને નામ સંજયભાઇ રાયસીંગભાઇ તળપદા(રહે.મહેમદાબાદ પાણીની ટાંકી, તા. મહેમદાબાદ, જિ.ખેડા)હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે તેમની પાસે રહેલ બેગ કે જેની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી રૂ.૫૦૦ના દરની ૧૦૦ નોટ એટલે કે એક બંડલ મળી આવેલ કે જેની કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ રૂ.૧૦૦નું એક બંડલ મળી જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ આમ તેમની પાસેથી કુલ
રૂ. ૬૦,૦૦૦  મળી આવ્યા હતા.ત્યારબાદ તે રૂપિયા ક્યાંથી મેળવેલ છે તે અંગે સઘન
પુછપરછ કરવામાં આવતા તેમણે રૂ.૬૦,૦૦૦ની પોતાના સાગરીતો સાથે ડીસાના સોની બજારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યુ હતું.
આમ આ સમગ્ર બાબતે  ડીસા સીટી ઉત્તર પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી ચોરી કરેલ ઇસમોને વધુ તપાસ અર્થે નડિયાદ પશ્ચિમ પો.સ્ટેને સોંપવામાં આવ્યા હતા.તેમજ આ કેસની વધુ તપાસ ડીસા સીટી ઉત્તર પો.સ્ટે.ને સોંપવા માટે
તજવીજ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News