ખાનગી લૉકરોમાંથી ચોરી કરનારા શખ્સની મુબઈથી ધરપકડ: 1.23 કરોડનો મુદ્દામાલ કબજે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:57:29
  • Views : 446
  • Modified Date : 2019-08-26 12:57:29

પરિમલ ગાર્ડન પાસે આવેલા વાસુપુજ્ય લોકરમાંથી રોકડ રકમ અને દાગીના મળીને ૧.૨૩ કરોડની માલમતાની ચોરીના કેસમાં પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં તેની પિતરાઈ બહેન અને ડુપ્લીકેટ ચાવી બનાવનારો શખ્સ હજી ફરાર છે.આ બનાવની વિગત મુજબ ૨૦૧૭ની સાલમાં પરિમલ ગાર્ડન પાસે આવેલ વાસુપુજ્ય લોકરમાં ત્રણ લોકરના તાળા તૂટયાં હતા. જેમાંથી રોકડ રકમ અને દાગીના મળીને ૧.૨૩ કરોડના મુદામાલની ચોરી થઈ હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધાયો હતો. આ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરીને મુબઈના ગોરેગાંવ વેસ્ટમાં નવચંદ્રકુંજ સોસાયટીમાં રહેતા દ્રોણ ઉર્ફે દેવલ બિપીનભાઈ પંચાલ (૩૦)ની ધરપકડ કરી હતી. જ્યારે તેની નવરંગપુરા સ્ટેડિયમ વિસ્તારમાં રહેતી ફોઈની દિકરી નિકીતા પંચાલ અને ડુપ્લીકેટ ચાવી બનાવી આપનાર શખ્સ હજી ફરાર છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ હીરાની લેવેચ કરતો હોવાથી પરિમલ ગાર્ડન પાસેના વાસુપુજ્ય લોકરમાં ખાતુ ખોલાવ્યું હોવાનું જણાવ્યું હતું. મુંબઈથી તે ટ્રેનમાં અમદાવાદ આવતો હતો અને નવરંગપુરામાં રહેતી પિતરાઈ બહેન નિકીતા પંચાલના ઘરે રોકાતો હતો. બાદમાં દ્રોણ ઉર્ફે દેવલ પંચાલ અને નિકીતા વાસુપુજ્ય લોકર જતા હતા. જ્યાં નિકીતા લોકર ઓફિસની બહાર વોચ રાખીને ઉભી રહેતી હતી. જ્યારે દ્રોણ અંદર જઈને લોકરમાંથી ચોરી કરતો હતો. આ પ્રકારે તેણે ત્રણ લોકર ડુપ્લિકેટ ચાવીથી ખોલીને તેમાંથી રૂ.૭,૦૦.૦૦૦ રોકડા, રૂ.૮૫,૫૫,૭૦૦ ની કિંમતના સોનાના દાગીના, રૂ.૧૨,૪૪,૮૦૦ ની કિંમતની સોનાની રણી, રૂ.૧૭.૯૭.૮૧૩ ની રણીઓ મળીને કુલ રૂ.૧,૨૨,૯૮,૩૧૩ ની માલમતાની ચોરી કરી હતી.આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુનો નોંધાયા હતા. એલિસબ્રિજ પોલીસે મુંબઈથી દ્રોણની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં તેને મુંબઈ લઈ જઈને આ માલમતા કબજે કરી હતી. તે સિવાય તેની પત્નીના એચડીએફસી બેન્કના અલગ અલગ ખાતામાં રૂ.૫૬ લાખની એફ.ડી.કરાવી હતી.જે બેન્ક ખાતા પોલીસે સીઝ કરાવ્યા હતા. દ્રોણનો અજય મહેતા નામનો ગુરૂ છે. જેનેા ઈશારે તે આ ચોરી કરતો હતો.


Download Our B K News Today App



Related News