ખંડેર હાલતમાં રહેલા સરકારી મકાનમાં ચોરી કરતા ૩ને પકડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 12:10:11
  • Views : 273
  • Modified Date : 2021-04-30 12:10:11

ગાંધીનગર શહેરમાં અનેક સરકારી મકાનો ખખડધજ હાલતમાં જાેવા મળી રહ્યા છે. અનેક મકાનને દરવાજા પણ હોતા નથી. ત્યારે અંદર રહેલો સામાન ચોરવો આસાન બની જાય છે. સેક્ટર ૨૮ના સરકારી મકાનમાંથી પંખા સહિતનો સામાન ચોરનાર ૩
આરોપીઓને એલસીબીએ ઝડપી લીધ્યા હતા. તમામ આરોપીઓ સામાન વેચવા જતા પકડાયા હતા.
મળતી માહિતી મુજબ ગાંધીનગર એલસીબીના
પીએસઆઇ વાય. વાય.ચૌહાણ સ્ટાફના માણસો સાથે સેક્ટર ૨૮ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન એએસઆઇ જાગૃતિબાને બાતમી મળી હતી કે ઘ ૭ થી ગ ૭ જીઆઇડીસી વિસ્તાર માત્ર ત્રણ ઈસમો જુના પંખા તેમજ એલ્યુમિનિયમના હેન્ડલો સહિતનો પરચુરણ સામાન
પેંડલ રિક્ષામાં ભરીને વેચવા માટે ફરી રહ્યાં છે. તે પેંડલ રિક્ષામાં તમામ સામાન વેચવા માટે નીકળેલા ત્રણ ચોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાંચની સેક્ટર ૨૮ની ઓફિસ પાસેથી સેકટર ૨૮ પ્રેસ છાપરામાં રહેતા ગોપાલ કાળુભાઇ દંતાણી (મૂળ રહે. બાલીસણા પાટણ), અમરત રામસિંગભાઈ બજાણીયા (મૂળ રહે.
પાલનપુર) તેમજ સોનુ બાબુભાઈ મારવાડી (બારોટ) બાતમીના આધારે ઝડપી લીધા હતા.
બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે
ઉપરોક્ત ઇસમો પાસેથી સરકારી મકાનમાંથી ચોરેલા ૭ નંગ પંખા, છ નંગ એલ્યુમિનિયમના હેન્ડલ તેમજ બારીની લોખંડની ફ્રેમ નંગ ૧, ડિસમિશ, વ્હીલ પાનું તેમજ
પેન્ડલ રિક્ષા મળીને કુલ ૧૨ હજાર ૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં
ગોપાલ દંતાણી ભૂતકાળથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેની સામે વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ માં માણસામાં ચોરીના ત્રણ ગુના નોંધાવા પામ્યા છે. ઉપરોક્ત ત્રણેય ઇસમોની
ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News