શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ચોપડા - લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-14 15:02:30
  • Views : 252
  • Modified Date : 2020-11-14 15:02:30

          તા.૧૪ - ૧૧ - ૨૦ર૦ ને શનિવારે શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર દ્રારા મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન ચોપડાનું પૂજન - તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ૧ર x ૬ ફૂટ ધરાવતા વિશાળ ચોપડોની કૃત્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કૃતિમાં જણાવ્યું હતું કે આપણે જેટલું ભગવાનનું ધ્યાન-ભજન-કીર્તન કરીશું તેટલું આપણું ખાતામાં જમા થશે અને આપણે ચોરી કરીશું હિંસા કરીશું લાંચ-રૂશ્વત લઈશું તે આપણા ઉદ્ધાર ખાતામાં જમા થશે માટે સૌ કોઈએ સત્કાર્યો કરવા જોઈએ.આ ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસના કારણે આપણે સૌ કોઈએ ઓનલાઈન જ ચોપડાનું પૂજન કરવું હિતાવહ છે,મંદિરોમાં થી સંતો દ્રારા ઓનલાઈન પૂજનમાં જોડાવું જોઈએ.આજના યુગ પ્રમાણે ચોપડાની સાથે લેપટોપનું પૂજન કરવામાં આવે તો પણ સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. ચોપડામાં હિસાબ લખવામાં આવે કે, લેપટોપમાં હિસાબ લખવામાં આવે તે બંનેનું સરખું ગૌરવ છે,મુખ્ય વાત એ છે કે, ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે.આપણા ભારતમાં દિવાળીના દિવસે... ચોપડાપૂજન કરાય છે. સરસ્વતી - લક્ષ્મી દેવી - શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે.સરસ્વતી દેવી જ્ઞાનરુપી પ્રકાશ આપે છે. માનવમાં સંસ્કાર અને ચારિત્રયનું સિંચન કરે છે. ચોપડાપૂજનમાં કંકુ, કેસર, કસ્તુરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે.ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીછાંને મૂકવામાં આવે છે.નવા વર્ષમાં સૌમાં નીતીમત્તા, પ્રમાણિકતા,ધર્મ,જ્ઞાન,વેરાગ્ય, ભક્તિ ઉદય થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન,અર્ચન, આરતી - આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો - નુકશાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ.અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબધ્ધ બનવું જોઈએ.એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.

Download Our B K News Today App



Related News