કર્ણાવતી દલિત સમાજ રામ મંદિર માટે રૂપિયા ૭.૫૦ લાખ આપશે દલિત સમાજના અગ્રણી અને રામ મંદિરની પ્રથમ શીલા મૂકનાર કામેશ્વર ચૌપાલજી કર્ણાવતીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:17:37
  • Views : 295
  • Modified Date : 2021-02-02 11:17:37

રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ અને સામાજિક સમરસતા મંચ દ્વારા ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાના ટ્રસ્ટી કામેશ્ચર ચૌપાલજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રામ મંદિરના ટ્રસ્ટી કામેશ્ચરજીએ જણાવ્યું હતું કે,ભગવાન શ્રી રામનું જીવન સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. નિષાદ રાજા ગુહ, વનવાસી શબરી માત.હનુમાનજી સહિત અનેકનો ઉધ્ધાર કર્યો હતો. અયોધ્યામાં રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ડો.આંબેડકર, ડો. હેડગેવારે સમાજ જીવનની સમસ્યાનું નિદાન કરી તેને હલ કરવા પ્રયત્ન કર્યો હતો. આ તકે  પ્રાંત પ્રચારક ચિંતન ભાઈએ જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ સ્વાભિમાન અને રાષ્ટ્ર જાગરણનું પ્રતીક છે.  નિર્માણ માટે સૌ યોગદાન આપે એ જરૂરી છે. આ પ્રસંગે વારાણસીના સંત શ્રી રવિદાસજીના વંશજ
પ.પૂ.શ્રી આચાર્ય ભારત ભૂષણજી, સંસદસભ્ય ડો.કિરીટ સોલંકી, આર. એસ.એસ.નાં પ્રાંત સંઘચાલક ડો. ભરત
પટેલ, પૂર્વ ધારાસભ્ય  રજનીકાંત પટેલ (નિવૃત્ત સચિવ : IAS), નિવૃત્ત સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ. પ્રભાકર, નિવૃત્ત : IPS કે. ડી.પાટડિયા, સંઘના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય, સમરસતા મંચના મંત્રી ડો. વિજય ઝાલા, ઉપાધ્યક્ષ રણછોડ સોલંકી, પ્રાંત સહ કાર્યવાહ ડો.સુનિલ બોરીસા, વિહિપના મંત્રી અશોક રાવલ, ગતિવિધિ સંયોજક ડો. હેમાંગ
પુરોહિત, પ્રચારક યોગેશ
પારેખ, મહાનગર સંઘચાલક મહેશ પરીખ, વિહિપ સમરસતા અભિયાનના રશેસ રાવલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કર્ણાવતી દલિત સમાજે રામ મંદિર માટે ૭.૫૦ લાખના દાનની જાહેરાત કરી હતી.

Download Our B K News Today App



Related News