ગુજરાતમાં આ તારીખે ચોમાસાનું આગમન થશે...!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-16 11:32:32
  • Views : 1012
  • Modified Date : 2020-05-16 12:40:37

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૯૬થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ ૫ જૂને ચોમાસાનું આગમન થશે. જેના સંભવિત ૧૫થી ૨૦ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગે ખેડૂત માટે સારા સમાચાર આપ્યા છે. ૫ જૂન બાદ ૧૫થી ૨૦ દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે ૫ જૂને કેરળમાં ચોમાસાનું આગામન થશે. મહત્વનું એ છે કે, આ વર્ષે ચોમાસુ સારું રહે તેવું હવામાને પૂર્વાનુમાન કર્યું છે. ચોમાસાની ઋતુની શરૂઆત ગુજરાતમાં ૮ દિવસ પાછળ થશે મોસમ વિભાગ દ્વારા ડેટા એનાલિસિસ બાદ ચોમાસાનું પૂર્વાનુમાન કર્યું છે. ચોમાસાની ઋતુની શરૂઆત ગુજરાતમાં ૮ દિવસ પાછળ થશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૧૫ જૂનથી થતી હતી. જે સત્તાવાર ચોમાસુ ૨૧ જૂનથી શરૂ થશે..એટલે કે ચોમાસાની ઋતુનું આગમન પણ મોડું થશે અને વિદાય પણ મોડી લેશે. જોકે મોસમ વિભાગ દ્વારા સમુદ્રની એક્ટિવિટી પર સતત મોનીટરીંગ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News