કલોલમાં કોલેરાની ભયંકર દહેશત: કેસમાં ચિંતાજનક વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 16:13:42
  • Views : 104
  • Modified Date : 2023-06-25 16:13:42

 

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કલોલના 40થી વધુ કોલેરાગ્રસ્ત દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલોલ જઈને કોલેરાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. જે બાદ તેઓ ગાંધીનગર કલેક્ટર, આરોગ્યના અધિકારી સાથે ચર્ચા કરશે. ગઈકાલે અમિત શાહે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વાત કરી હતી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદ્ભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.આપને જણાવી દઈએ કે, ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ અત્યારસુધી કલોલમાં કોલેરાના 40થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.  કલોલ શહેરના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તાન પાર્ક તથા અંજુમન વાડી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.  જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News