ચોકીદાર ચોર નહી સ્યોર- પ્યોર ઇમાનદાર છે ઃ મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 05:52:18
  • Views : 481
  • Modified Date : 2019-04-05 05:52:18

દેશના મહાગઠબંધનમાં જોડાયેલા નેતાઓ એક સમયે એક- બીજાનું મોઢું પણ જોવા માંગતા ન હતા. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં મજબુર થઇને તેમના ડરથી ભેગા થઇને ગઠબંધન બનાવ્યુ છે અને હવે નરેન્દ્ર મોદીને ચોકીદાર નહી ચોર કહી રહ્યા છે. પરંતુ અમારા ચોકીદાર ચોર નહી સ્યોર છે પ્યોર છે, ઇમાનદાર છે. તેમ પાલનપુર ખાતે ગુરૂવારે યોજાયેલા ભાજપના સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલે ગુરૂવારે પાલનપુર ખાતે રોડ શો કરીને ઉમેદવારીપત્ર ભર્યુ હતું. જે અગાઉ સંમેલન યોજાયું હતુ. જેમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લાની પ્રજાએ તેમના સુખ, દુઃખમાં સાથ આપે તેવા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે. આ વખતે સૌના ચહિતા એવા પરબતકાકાને ટિકીટ અપાઇ છે. જેઓ કોંગ્રેસનો સફાયો કરવા માટે ફોર્મ ભર્યુ છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને મહાગઠબંધનને આડે હાથ લેતાં જણાવ્યું હતુ કે, દેશના મહાગઠબંધનમાં જોડાયેલા નેતાઓ એક સમયે એક- બીજાનું મોઢું પણ જોવા માંગતા ન હતા. પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં મજબુર થઇને તેમના ડરથી ભેગા થઇને ગઠબંધન બનાવ્યુ છે. અને હવે નરેન્દ્ર મોદીને ચોકીદાર નહી ચોર કહી રહ્યા છે. પરંતુ અમારા ચોકીદાર ચોર નહી સ્યોર છે, પ્યોર છે, ઇમાનદાર છે. અમે તો અમારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી દીધુ છે. મોદી સરકાર ફીર સેનું સૂત્ર આપ્યું છે. પરંતુ તમે તમારા વડાપ્રધાન કોણ બનશે તેતો નક્કી કરો. ગઠબંધનમાં જોડાયેલા અનેક નેતાઓના મોઢામાંથી શિયાળની જેમ લાળ ટપકી રહી છે કે, વડાપ્રધાન બનવાનો ચાન્સ તેમને પણ મળી જાય. વિજય રૂપાણીએ કોંગ્રેસના ઢંઢેરાને ચૂંટણી જીતવાના ખાલી વાયદા ગણાવી સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનધન યોજના, ખેડૂતોને સહાય સહિતની યોજનાઓ ગણાવી હતી. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ચૂંટણી હું નથી લડતો પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડી રહ્યા છે. તેમ માની મતદાન કરવા અપીલ કરી હતી. આ સંમેલનમાં કે. સી. પટેલ, હરિભાઇ ચૌધરી, શંકરભાઇ ચૌધરી, શશીકાંત પંડયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News