ધાનેરાના નેનાવા ગામ પાસે ચોખાના કટ્ટા ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:07:44
  • Views : 484
  • Modified Date : 2019-04-16 05:07:44

ધાનેરાના નેનાવા ભાંજણા માર્ગ ઉપર ચૂંટણીને લઇને
પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલિસની ગાડીની લાઇટ દેખીને ગાડી ચાલક ગાડી મુકીને નાસી છુટ્યા હોવાથી
પોલીસે બીનવારસી ગાડી કબ્જે લીધી હતી અને તેમાંથી સાત કટ્ટા ચોખાના મળી આવ્યા હતા તેવી ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધવામાં આવેલ છે.
પરંતુ આ બાબતે પોલીસવડા સ્પે. ટીમ દ્વારા તપાસ કરાવે તો ચોખા ચોરતી ટીમના કેટલાક સાગીરતો હોવાનુ પણ બહાર આવી શકે તેમ છે.
હાઇવે ઉપર ચોખાના કટ્ટા ચાલુગાડીએ ચોરતી ટોળકીઓ તેમજ જીરાની બોરીઓ ચોરતી ટોળકી સક્રિય બનેલ છે. અને અગાઉ થરાદ ખાતે પણ આવો ગુનો નોંધાવા પામ્યો હતો.
પરંતુ ગત રોજ ધાનેરા
પી.એસ.આઇ વી.જી.
પ્રજાપતિ તથા તેમની ટીમના માણસો નાઇટ પેટ્રોલિંગમાં ભાંજણાથી નેનાવા તરફ જઇ રહ્યા હતા ત્યારે નેનાવા તરફ પોલીસની ગાડીની લાઇટ જોઇને કોઇક ઇસમો મહિન્દ્રા કંપની નું પીકઅપ ગાડી રસ્તામાં મુકીને ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે આ ગાડીની તપાસ કરતાં બીનવારસી મળી આવેલ અને તેમાં ચોખાના તાજ કંપનીના માર્કાના ૭ કટ્ટા કિમત
રૂ. ૭૦૦૦ ના મળી આવતાં પોલીસે ગાડીને બીનવારસી તરીકે કબ્જે લીધી હતી અને તે અંગેની ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ લોકોએ જણાવ્યા મુજમ આ ગાડીમાં મોટા પ્રમાણમાં ચોખાના કટ્ટાઓ ભરેલા હતા અને તે કટ્ટાઓ ગાયબ થયેલ છે. તેમજ તે ચોરીના હોવાનુ પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ ધાનેરામાં આ વાતને લઇને ભારે ચર્ચાઓ થવા પામી છે. જેથી
પોલીસવડા આ બાબતે પોતાની સ્પે. ટીમ દ્વારા તપાસ કરાવે તો ઘણુ બહાર આવે તેમ છે.

Download Our B K News Today App



Related News