બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીઓમાં થતો ચિંતાજનક વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 12:01:19
  • Views : 440
  • Modified Date : 2019-11-14 12:01:19

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરોનો આતંક વધી જવા પામ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો તસ્કરો એક પછી એક દુકાનો, મંદિરો, દૂધ મંડળીઓ અને બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ રહ્યા છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોરો જાણે પોલીસને ખુલ્લો
પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. રાત્રીની વાત તો દૂર રહી પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો તેમના બદઈરાદાને અંજામ આપી રહ્યા છે. લોકો અને વેપારીઓની મહેનત-મજુરીથી એકઠી કરેલી સંપત્તિ તસ્કરો ચોરી કરીને
પલાયન થઇ ગયા છે. આ ચોરીના બનાવોમાં વધારો થતો જોઈ બનાસ વાસીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમજ ક્યારેક પરિવાર સાથે બહાર જવું હોય તો પણ તેને ટાળી રહ્યા છે, કે કદાચ બહાર જઈશું અને ઘરમાં ચોરી થઈ જશે તો ?


બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે મહિનામાં થયેલ ચોરીઓ

- વડગામના અહમદપુરા ગામની દૂધ મંડળીને તસ્કરો નિશાન બનાવીને ડેરીના બંધ દરવાજાના તાળા તોડીને રૂપિયા ૫૮૦૦૦ ની મતદાન ચોરીને ફરાર
- વડગામ તાલુકાના શેરપુરા ( સેંભર ) ખાતે આવેલ દૂધ મંડળીમાં તસ્કરો તાળા તોડી ચોરી કરીને રફુચક્કર
- થરાદ શહેરમાં આવેલ છ જેટલા મંદિરો અને એક ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યા. જેમાં મોડી રાત્રે શહેરમાં આવેલ શેણલ માતાનું મંદિર, દશામાનું મંદિર તેમજ શેણલ નગરમાં આવેલ ચાર મંદિરો સહિત છ મંદિરોમાં પાંચ બુકાનીધારી તસ્કરોએ તરખાટ મચાવ્યો
- પાલનપુર ખાતે ધનીયાણા ચોકડી નજીક આવેલ  સોસાયટીમાં રાત્રે એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા જમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ૪ લાખની ચોરી કરી ફરાર
- ડીસા શહેરના માયાનગર વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદી તેમજ ૩૫ હજાર રોકડા લઈ પલાયન
- પાલનપુરમાં તસ્કરોએ હેટ્રિક નોંધાવી અંજલિ સોસાયટીમાં ખાતર પાડયું. જ્યાં એક કરતા વધુ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૧૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર
- લાખણીની મેઇન બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં પાછળની દીવાલે બાકોરું પાડી દુકાનમાં રહેલા જુના-નવા દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૧.૭૫ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થતાં ચકચાર
- કાંકરેજ તાલુકાના ચેખલા ગામ ખાતે આવેલ મંદિરમાં ચોરો ચોરી કરી પલાયનઃ ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ
-  સામઢી રાણાજીવાસ ખાતે આવેલ કરીયાણાની દુકાનમાં તેમજ અન્ય એક પાન પાર્લરમાંથી આશરે ૫૪ હજાર જેટલા મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવ્યો
- ડીસા શહેરના ભોપાનગર વિસ્તાર પાસે આવેલ મેલડી માતાના મંદિરની પાછળ એક ગરીબ પરિવારના ઘરમાં નકુચો તોડી ચોરી કરી ફરાર
- પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૯૫ લાખની ચોરી કરી પલાયન
- કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રાત્રે બે મંદિરના તાળા તોડી ૨૫  હજારનો મુદ્દામાલ ચોરી ફરાર

Download Our B K News Today App



Related News