ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ પરીક્ષણ રદ કરવાની જાહેરાત કરી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 16:39:44
  • Views : 425
  • Modified Date : 2022-12-28 16:39:44

ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરોના આગમન માટે 8 જાન્યુઆરીથી કોવિડ પરીક્ષણ રદ કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. આમ, ચીનમાં આવવા માટે આંતરરાષ્ટ્રીય ફલાઇટો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે, તેમજ કવોરોન્ટાઇન પણ થવું નહિં પડે.
ચીનના સરકારી નિવેદન અનુસાર, ચીન આવતા મુસાફરોને પ્રસ્થાનના 48 કલાક પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સકારાત્મક પરીક્ષણ પરિણામ ધરાવતા લોકોને સલાહ આપવામાં આવી હતી કે જ્યાં સુધી તેમનો ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પ્રવાસ મુલતવી રાખવામાં આવે.
મુસાફરોએ ચાઇનીઝ રાજદ્વારી અને કોન્સ્યુલર મિશનના આરોગ્ય કોડ્સ માટે અરજી કરવાની જરૂર નથી. તેઓ કસ્ટમ કાર્ડ પર પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ જાહેર કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
તેમણે કહ્યું કે અસામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિની ઘોષણાઓ અથવા તાવના લક્ષણોવાળા લોકોને કસ્ટમ્સમાં એન્ટિજેન પરીક્ષણ કરાવવું પડશે. જ્યાં સુધી તેઓ સાજા ન થાય ત્યાં સુધી પોતાને આઇસોલેશનમાં અથવા ઘરે હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપવામાં આવશે. તે તેમની સ્વાસ્થ્યની સ્થિતિ પર આધારિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનની સરકારે સતત વિરોધના કારણે ઝીરો કોવિડ પોલીસીમાં રાહત જાહેર કરી હતી, ત્યારબાદ ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા હતા, એટુલં જ નહિં, મોટા સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હોસ્પિટલોમાં બેડની અછત પણ ઉભી થઇ હતી. આ સંજોગોની વચ્ચે ચીનની સરકાર દ્વારા આ નવા નોટિફીકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો ખુલ્લી મુકવા જઇ રહી છે. નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે, વિદેશથી આવતા મુસાફરોને 8મી જાન્યુઆરીથી ફરજિયાત કવોરન્ટાઇન થવું નહિં પડે.

જોકે, વિદેશથી આવતા મુસાફરોને હજુય પણ ચીનમાં પ્રવેશતા પહેલાં 48 કલાક સુધી પીસીઆર ટેસ્ટના અહેવાલ બતાવવા પડશે.

Download Our B K News Today App



Related News