લાખણી તાલુકામાં રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્રારા ચાઈનીઝ રાષ્ટ્રધ્વજને સળગાવી ચીનનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:22:48
  • Views : 566
  • Modified Date : 2020-06-19 18:22:48

હાલમાં ભારત ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે અને આ ઘર્ષણમાં અનેક જવાન શહીદ થયા છે ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકામાં રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્રારા ચાઈનીઝ રાષ્ટ્રધ્વજને સળગાવી ચીનનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથે સાથે બે મિનિટનું મૌન પાળી શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતચાલબાજ ચીનના નાલાયક ડ્રેગનો દ્વારા ભારતીય સૈનિકો ઉપર હુમલો કરાતા સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઇ છે ૧૫ તારીખના રોજ ભારત-ચીન ની સરહદ ઉપર ભારત માતાની રક્ષા કરી રહેલા વીર જવાનો પૈકી આપણા ૨૦ જવાનોને નાલાયક ચીન દ્વારા બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે જેને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે તાલુકા મથક લાખણી ખાતે રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા નાલાયક ચીનના રાષ્ટ્રધ્વજ નું અપમાન કરીને તેને સળગાવવામાં આવ્યો હતો તેમજ ચીન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને માં ભોમની રક્ષા કરતા કરતા શહીદ થનાર વીર જવાનો અમર રહોના નારા લગાવ્યા હતા શહીદી વોરનાર જવાનોના પરિવારોને સલામ કરી હતી અને વીર જવાનોની આત્માને શાંતિ માટે ૨ મિનિટ નું મૌન રાખ્યું હતું સાથે સાથે દરેક યુવાનોએ સંકલ્પ જાહેર કર્યો હતો હતો કે આવનાર સમયમાં બને એટલે ચીનની પ્રોડક્ટ અને એપ્લિકેશન નો ઉપયોગ કરવાનું ટાળી ચાઈનાને આર્થિક રીતે મોટું નુક્સાન પહોંચાડીશું.

Download Our B K News Today App



Related News