ચિલોડા પોલીસે હાલીસા પાસેથી ૬૧ મુંગા પશુ ભરીને જતી ટ્રક ઝડપી પાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 11:41:06
  • Views : 520
  • Modified Date : 2020-05-11 11:41:06

લોકડાઉનના સમયમાં પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી ત્યારે ચિલોડા પોલીસે છાલા-હાલીસા નજીક ૬૧ મુંગા પશુ ભરેલીને મહારાષ્ટ્ર જતી ટ્રકને ફિલ્મી ઢબે પીછો કરી પકડી બે આરોપી અને ટ્રકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.  આ ટ્રકમાં  લઈ જવામાં આવાતા ૬૧ મુંગા પશુમાંથી ૫ પશુના મૃત્યુ થયેલ હતા. જ્યારે અન્ય પશુને પોલીસે પાંજરાપોર ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા સતત હાઈવે પર પેટ્રોલિંગની કામગીરી ચાલુ હતી તે દરમિયાન એક શંકાસ્પદ ટ્રક નંબર યુપી ૨૧ એએન ૩૩૮૮ છાલા નજીકથી પસાર થતા પોલીસના જવાનોએ તેને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો 


પરંતુ ટ્રક ચાલે ગાડી ઉભી ના રાખતા છાલાથી હાલીસા બાજુ ટ્રક જવા દીધી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી હતી અને બે આરોપીઓ આશીક મુસ્તાક ચીલ્લુ (૨) અકબર ગફારભાઈ નેહારગર  બન્ને રહે. ડીપપુરા મલતાનપુર તા.જિ.  મનસૌર મધ્યપ્રદેશને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ચાંન્દુ નેહારગર ખુલ્લા ખેતરમાં ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ટ્રકની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટ્રક મહારાષ્ટ્ર તરફ જતી હતી અને તેની અંદર ૬૧ જેટલા મુંગા પસુ ભરવામાં આવ્યા હતા. ટ્રકમાં આટલી મોટી સંખ્યામાં પસુ ભરવાથી ૩ ગાય અને બે વાછરડા ગુંગળામણને કરાણે મૃત્યુ પામ્યા હતા. પોલીસે મૃત પસુને પોસ્ટમોટમ માટે મોકલી આપી બાકીના પસુને પાંજરાપોર ખાતે મોકલી ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News