મરચાંના ભાવ ડબલ, લીંબુએ નિચોવી નાંખ્યા: શાકભાજીની કિંમતોમાં લાગી રેસ, જુઓ શું કહી રહી છે જનતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 12:07:40
  • Views : 244
  • Modified Date : 2022-04-07 12:07:40

મોંઘવારીનો વધુ એક ભાર

ઇંધણ બાદ શાકભાજીના વધ્યા ભાવ

લીંબુનો ભાવ પ્રતિકિલો રૂ. 300ને પાર


રાજ્યમાં ગરમી કહેર વર્તાવી રહી છે. દિવસ જાય તેમ તાપમાન વધી રહ્યુ છે તો બીજી તરફ મોંઘવારીનું મીટર પણ હાઇ થઇ ગયુ છે.  પેટ્રોલ ડીઝલ, સીએનજી સહિત શાકભાજી, ફળ, કઠોળ, તેલ સહિતના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે ગરમીમાં ફરી એકવાર ગૃહિણીઓનું ટેન્શન વધારી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉનાળામાં રોજિંદી જરુરિયાત ગણાતા એવા લીંબુના ભાવ સાતમા આસમાન પહોંચ્યા છે.જ્યારે મરચાના ભાવ તો રડાવી રહ્યા છે.

 

 

લીંબુના ભાવ રૂ.300ને પાર

મોંઘવારીથી પીડાતી જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ આસમાને જતાં ગૃહિણીનું બજેટ ખોરવાયુ. ત્યારે વાત કરીએ લીંબુની તો, ઉનાળાની શરુઆત પહેલા જ લીંબુના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે અને હવે તો 300 રુપિયે કિલો લીંબુનો ભાવ નોંધાયો છે.  અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા મોંઘવારીની મોટી અસર જનતા પર પડી છે. મોટાભાગના શાકભાજી પ્રતિકિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જ્યારે મરચા પણ 200 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે.લીંબુ અને મરચાની કોણ જાણે કોની નજર લાગી છે. દિવસ જાય તેમ ભાવ ડબલ થઇ રહ્યા છે.

શાકભાજી

પહેલાના ભાવ

હાલના ભાવ (પ્રતિકિલો)

મરચા

રૂ. 100.

રૂ. 200

ગવાર

રૂ. 100

રૂ. 150

ચોળી

રૂ. 150

રૂ. 180

વટાણા

રૂ. 120

રૂ 150

ભીંડા

રૂ. 50

રૂ. 80

આદુ

રૂ. 80

રૂ. 100

બટાકા

રૂ. 30

રૂ. 50 થી 60

ડુંગળી

રૂ. 80

રૂ. 100

ટામેટા

રૂ. 30

રૂ. 40

 

 

લીંબુ શરબતમાં ફરજિયાત કાપ મૂકવાની સ્થિતિ સર્જાઇ 

લોકો ગરમીથી રાહત મેળવવા વિટામિન સીથી ભરપુર એવા લીંબુનો ઉપયોગ કરે છે. લીંબુ શરબત ઉપરાંત હાલમાં શેરડીના રસમાં પણ લીંબુનો ઉપયોગ થાય છે. લોકો રસોઈમાં લીંબુનો ઉપયોગ કરતાં હોય છે .  ઉનાળામાં તો લીંબુનો ઉપયોગ વધી જાય છે.લોકો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તેના માટે લીંબુનું શરબત પીતા હોય છે.  ત્યારે આ વખતે તો લીંબુના ભાવ તો સામાન્ય જનતાને પોસાય તેમ જ નથી. 

 

Download Our B K News Today App



Related News