લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-04 17:18:22
  • Views : 97
  • Modified Date : 2023-08-04 17:18:22

બાળકો કરોડો રુપિયાનુ રોકાણ કરી શકે છે. એ પણ સહકારી ધોરણે વાત તમને જરા માન્યામાં ના આવે એવી છે પરંતુ આ કમાલ સાબરકાંઠા જિલ્લાના બાળકોએ કરી બતાવ્યો છે. 18 વર્ષ સુધીના બાળકો બચત કરી શકે એ માટે થઈને બાળ ગોપાળ બચત મંડળી ઈડરમાં ચલાવવામાં આવે છે. જ્યા બાળકો દ્વારા પોતાની બચતને જમા કરવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી આ મંડળી રુપની બેંકમાં હાલમાં 5 કરોડ રુપિયા બાળકોનો જમા છે. જ્યારે અત્યા સુધીમાં 16 કરોડ રુપિયાની રકમ બાળકોએ બચત કરીને એકઠી કરી છે. સાબરકાંઠાના બાળકોની બચતની વાત હવે લોકસભામાં વખાણાઈ છે.આમ તો તમને એમ હશે કે, મહેમાનગતી કોઈના ઘરે અને ગયા અને બાળકને ચોકલેટ ખાવા માટે આપેલા પૈસાની બાળક ચોકલેટ જ ખાતો હશે. પરંતુ માન્યતા સાબરકાંઠાના કેટલાક બાળકોએ ખોટી ઠેરવી દીધી છે. કારણ કે અહીં બાળકોએ ચોકલેટ પાછળ પૈસા ખર્ચવા કરતા પોતાની બચત બેંકમાં વધારે પૈસા રોકે છે. બાળકો અહીં પોતા સગા સંબંધીઓ કે પછી પરિવારજનોએ આપેલ રકમને વાપરીને મોજ મસ્તી કે ચોકલેટ પાછળ ઉડાવવાને બદલે બચત બેંકની નાનકડી પેટીમાં જમા કરવામાં આવે છે. આવા 17 હજાર બાળકો છે, જેમણે પૈસાની બચત કરી છે અને કરોડો રુપિયા એકઠા કર્યા છે. લોકસભામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ વખાણ કરતા કરી હતી. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે.બાળકોને સંસ્કારનુ સિંચન કરવુ જરુરી છે. આ રીતે બચત કરવાની શરુઆતથી બાળકોમાં સારી આદત કેળવાઈ રહી છે. બાળકો પણ બચત કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનુ અંતર બાળપણથી જ બાળકમાં સર્જાતુ હોય છે. આવી શરુઆત ઈડરના લાલોડા ગામના એક પરિવારના બાળકોથી શરુઆત થઈ હતી. જે ધીરે ધીરે આગળ વધતા હવે બાળકોની સંખ્યા 17 હજાર પહોંચી છે, એમ મંડળીના ચેરમેન અશ્વિન પટેલે ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News