આયુષ્માન ભારત યોજના અંગે કોલવાણના બાળકોએ નુકકડ નાટક યોજ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 16:11:03
  • Views : 84
  • Modified Date : 2023-12-22 16:11:03

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ પરિવારોના ઉત્થાન માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે. સરકારની “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ આજે એક પણ કુટુંબ આયુષ્માન કાર્ડ યોજનાથી વંચિત નથી.જો કોઈ કુટુંબ કે વ્યક્તિ લાભથી વંચિત રહી ગયું હોય તો પણ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” થકી વંચિતોને યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.સાગબારાના કોલવાણ ગામે પહોંચેલી સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોલવાણ પ્રાથમિક શાળાના બાળકોએ એક સુંદર મજાનું નુકકડ નાટક રજૂ કર્યું હતું. બાળકોએ ‘સરકારની યોજનાઓ અંગે જાગૃતિ’ વિષય પર નુક્કડ નાટક રજૂ કરીને ગ્રામજનોને ભાવાત્મક સંદેશો આપ્યો હતો.નાટકમાં કહાની છે કે એક ગરીબ પરિવારમાં બીમારી મહેમાન બનીને આવે છે. સારવાર શક્ય પણ હોય પરંતુ મોંઘો ખર્ચો ક્યાંથી કાઢવો, આવા સમયે ઉછીના રૂપિયા કોણ આપશે, નાણાંની ત્વરિત વ્યવસ્થા ક્યાંથી કરવી ? એવામાં સ્થાનિક ડોક્ટરો વિઝિટ દરમિયાન આ ગરીબ પરિવારની મુલાકાત લે છે અને સરકારની આયુષ્માન ભારત યોજના અંગેની ઝીણવટપૂર્ણ માહિતી આપે છે. પરિવાર સ્થાનિક આરોગ્ય સ્ટાફ દ્વારા ત્વરિત આયુષ્માન કાર્ડ કઢાવે છે. કાર્ડ કઢાવ્યા બાદ દર્દીની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. જે બદલ એક ગરીબ પરિવારના સદસ્યને નવજીવન મળે છે.આર્થિક રીતે ટેકારૂપ બનતી આયુષ્માન કાર્ડ જેવી યોજનાનો અચુક લાભ લેવા માટે નાટકના માધ્યમથી બાળકોએ ગ્રામજનો સમક્ષ ભાવાત્મક રજુઆત કરી હતી. ગરીબ પરીવારો માટે દેવદુત સમાન આ યોજના સંકટ સમયનો સાથી છે. પી.એમ.જે.વાય યોજના હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારના મળીને કુલ રૂ. દસ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર લાભાર્થીઓને આપવામાં આવે છે.જનકલ્યાણની ભાવનાને અગ્રતા આપીને સરકારની પ્રત્યેક યોજનાઓની માહિતી લઈને તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ સાગબારા તાલુકામાં પ્રારંભાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ની રાણીપુર ગામે સફળ પૂર્ણાહુતી થઈ હતી. 31 ગ્રામ પંચાયતોના વિવિધ ગામોમાં ભ્રમણ કરેલી આ યાત્રામાં કુલ 13 હજારથી વધુ ગ્રામજનો સહભાગી થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.

Download Our B K News Today App



Related News