થરા નચિકેતા સંસ્કારધામમાં પ્રવેશ મેળવતા બાળકોને આજે તુલસીનો છોડ અને બચત ઘડુલાની ભેટ આપવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-16 11:43:47
  • Views : 300
  • Modified Date : 2021-06-16 11:43:47

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાભક્તિ નગરમાં વર્ષોથી વિધાર્થીઓનું શિક્ષણમાં સિંચન કરી ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરાવી નામના મેળવી.માત્ર ૩૫ વિધાર્થીઓથી નચિકેતા સંસ્કાર ધામની શરૂઆત કરેલ નાના માંથી મોટું વટવૃક્ષ બની તાજેતરમાં થરા-ભાભર રોડ ઉપર નવ નિર્માણ પામેલ નચિકેતા સંસ્કાર ધામમાં વારે તહેવારે અનેક દેશ ભક્તિ તથા ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા છે.નચિકેતા સંસ્કારધામ કાંકરેજ પંથકની વૈચારિક અને સાંસ્ક્રુતિક સંસ્થા છે.જેના પવિત્ર પાલવમાં તેજોમય ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.અને એટલેજ સંસ્થા કલામંચ દ્વારા પ્રાચીન પરંપરા અને સાંસ્ક્રુતિક અસ્મિતા ને ઉજાગર કરે છે.કાંકરેજ પંથકમાં વૈચારીક સંસ્થા નચિકેતા સંસ્કાર ધામ ખાતે ગઈ કાલે   પ્રવેશ આપવામાં આવ્યો હતો.નચિકેતા સંસ્કારધામનું નામ સંસ્કારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મોખરે છે.શાળામાં નવિન પ્રવેશ મેળવતા બાળકોમાં સુટેવો અને સદવૃત્તિ કેળવાય માટે તુલસીનો છોડ અનેબચત ઘડુલો ભેટ અર્પણ કરી પ્રવેશ કરવામાં આવ્યો હતો.શાળાના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે બાળકોની આંતરીક કેળવણી ચાલુ થઈ જાય એના માટે નચિકેતા કટિબદ્ધ છે..પ્રવેશ મેળવતા સૌ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની અનંત શુભેચ્છાઓ બાબુભાઈ નારણભાઈ ચૌધરી પ્રમુખ, નચિકેતા સંસ્કારધામે પાઠવેલ. પ્રસંગે આચાર્ય પૂજાબેન એમ.ઠક્કર, સાગર ગોહિલ તેમજ  વાલીઓ, પત્રકારમિત્રો અને સંસ્થાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News