સિધ્ધપુરમાં દેથળી ચોકડી ઉપર ‘ગંદુ પડ્‌યું' છે કહીને રૂપિયા ભરેલી થેલીની ચીલ ઝડપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:05:37
  • Views : 524
  • Modified Date : 2019-04-25 07:06:33

સિધ્ધપુરના દેથળી ચોકડી વિસ્તારમાં આવેલ મહાકાળી રેસ્ટોરન્ટ આગળથી કોઇ શખ્સ મોટરસાઇકલ પર હુકમાં ભરાવેલ થેલીની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હોઈ પોલીસ ફરિયાદ કરતા ફરિયાદી રમેશભાઈ અમથાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૫૬ ધંધો નોકરી રહે ફુલપુરા મમતા સોસાયટીએ ફરિયાદમાં જણાવેલ કે તેઓ સવારે ૧૧ વાગ્યાના સુમારે દેથળી ચોકડી ઉપર આવેલ અને પોતે સદગુરુ સેવા ટ્રસ્ટના ખજાનચી હોઈ તેમને લવજીભાઈ તથા શિવાભાઈ સેનમાએ રામદેવપીરના મંદિર પાસે દાન પેટે આવેલા રૂપિયા ૯૩૭૫૦ આપેલ. જે તેમણે તેમના પર્સમાં મૂકીને જે પર્સમા બેચર સ્વામી સેવા ટ્રસ્ટની પાવતી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક સિધ્ધપુરની ચેકબુક, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ થેલીમાં રાખીને હોન્ડા નંબર જીજે ૨૪ ક્યુ ૭૨૮૨ ના હુકમાં ભરાવી મોટરસાયકલ સ્ટાર્ટ કરવા જતા કોઈ ઈસમે ગંદુ પડયું છે. કહી પોતે સ્ટેરિંગ પર પડેલ ગંદુ સાફ કરી મોટર સાયકલમાં આવેલા હૂક પર નજર કરતા થેલી દેખાઈ નહી આજુબાજુ તપાસ કરતા પણ પત્તો ન લાગતા સિધ્ધપુર પોલીસ સ્ટેશને જઈને ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્થળ પર જઈને ફરિયાદીના કહયા મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Download Our B K News Today App



Related News