બનાસકાંઠા જીલ્લામાં કોરોના અને ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનીયાનો આતંક : આરોગ્યવિભાગ આવ્યું હરકતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-18 12:42:10
  • Views : 359
  • Modified Date : 2021-11-18 12:42:10

કોરોના અને ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુણીયા આતંક મચાવી રહ્યો છે.. છેલ્લા પંદર દિવસથી બનાસકાંઠા જીલ્લામાં ચિકનગુણીયાના કેશોમાં ધરખમ વધારો નોંધાયો છે. ચિકન ગુણીયાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં ઝાડાઓપથી થઈ રહેલા વધારા પાછળ મચ્છરો જવાબદાર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.. ચિકન ગુણીયાના મુખ્ય લક્ષણો પર નજર કરીએ તો લોકોના હાથ પગ જકડાઈ જવા અને શરીર પર ચાઠા પડતાં હોય છે અને એડિસ જાતના મચ્છર કરડવાથી ચિકનગુણીયા થતો હોય છે.. એડિસ પ્રજાતિના મચ્છરો મોટાભાગે દિવસે જ કરડતા હોય છે.. જેથી લોકોએ ચિકનગુણીયાથી બચવા માટે આખી બાયના કપડાં પહેરવા જોઇયે અને પાણીનો ભરવો થતો હોય તે દૂર કરવો જોઇયે.. અને ચિકન ગુણીયાના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી હિતાવહ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News