બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં સંત સદારામ બાપુના 115 મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:34:48
  • Views : 222
  • Modified Date : 2022-03-16 11:34:48

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં સંત સદારામ બાપુના 115 મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

 

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં સંત સદારામ બાપાની ગાઢ આસ્થા જોડાયેલી છે. સમાજના લોકોને નશામુક્ત વ્યસન મુક્ત કરવા તેમજ સામાજીક ઉત્થાન માટે તેમણે કરેલાં કાર્યોને કારણે ઠાકોર સમાજ સંત સદારામ બાપાને જન્મ જયંતીની ઉજવણી કરે છે. આજે સંત સદારામની 115 મી જન્મ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ લોકો દિયોદર ખાતે સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા સંત સદારામ બાપુ ના જન્મ જયંતી નિમિત્તે સમાજના લોકો સંગઠિત થઈ અને સંત સદારામ બાપુ ના આપેલા સાચા રસ્તા પર સમાજ ચાલે તેવી ઠાકોર સમાજ અપિલ કરી હતી.

 

- ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ રહ્યા હાજર

 

   સંત સદારામ બાપુ ની 115 મી જન્મ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ તેમજ ઉત્તર ગુજરાત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સમાજમાં સંત સદારામ બાપાએ કરેલા સત્કાર્યો જાણે તેમજ તેમના વ્યસનમુક્ત સમાજ અને શિક્ષિત સમાજની સંકલ્પના સાર્થક થાય તે માટે મુખ્યમંત્રી સહિત આગેવાનોએ સંતવાણીમાં ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું.

 

- ઉપદેશ અને સામાજીક કાર્યોને સમાજમાં વધુ અમલ કરવા અપીલ

 

       ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠાકોર સમાજની કોમ આવે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી ઠાકોર સમાજમાં અનેક કુટેવો જોવા મળતી હતી પરંતુ જેમ જેમ ઠાકોર સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધતો ગયો તેમ તેમ આજે સમગ્ર ગુજરાતભરમાં વસતા ઠાકોર સમાજના અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઠાકોર સમાજ ના સંત સદારામ બાપુ ની 115 મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના આગેવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઠાકોર સમાજના અગ્રણીઓને અપીલ કરી હતી કે આજે ઠાકોર સમાજ દિવસેને દિવસે સમાજના લોકો પ્રગતિના પંથે વધી રહ્યા છે ત્યારે ઠાકોર સમાજ ઉપદેશ અને સામાજીક કાર્યોને વધુ અમલ કરે તેવી અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News