મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો : વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-13 12:19:51
  • Views : 251
  • Modified Date : 2021-11-13 12:19:51

 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે બનાસકાંઠાના પાલનપુર માંથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.જેમાં લોકોને લોહીનું દબાણ,ડાયાબિટીસ,કેન્સર,કિડનીની બીમારી,પાંડુરોગ,કેલ્શિયમની ઉણપ,સહિતના વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.ગુજરાતના લોકોનું આરોગ્ય સચવાય અને તેમને આરોગ્યની સરકારી યોજનાઓનો લાભ નિઃશુલ્ક મળી રહે તે માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુરના જી.ડી મોદી કોલેજ માંથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો જ્યાં તેમણે સ્ટેજ ઉપરથી અનેક લાભાર્થીઓને નિરામય કાર્ડ અર્પણ કર્યા હતા અને લોકોને નિરામય ગુજરાત અને વ્યસન મુક્ત અને આરોગ્યના નિયમો માટે શપથ લેવડાવ્યા હતા અને મુખ્યમંત્રીએ સંબોધન કરતા હળવાશમાં કહ્યું હતું કે ચાલો,આપણને કોઈ રોગ થાય નહીં તે દિશામાં આગળ વધીએ..દરેક લોકોએ પોતાનું હેલ્થકાર્ડ મેળવી લેવું જેના કારણે તેમને કોઈ તકલીફ પડે અને તેવો સરકારની યોજનાનો લાભ લઈ શકે..આખા વિશ્વમાં સૌથી વધારે વેકસીનેશન ભારત દેશમાં થયું જે ખુબજ અગત્યનું બની રહ્યું..જેમાં પ્રજાનો ખૂબ આભાર માન્યો હતો....નિરામય ગુજરાતના કારણે દર શુકવારે હેલ્થ સેન્ટર ઉપર લોકોના ચેકઅપ કરી તેમની આગળની ટ્રીટમેન્ટ કરાશે..કેન્સરમાં પણ લોકોની સારવાર સરકાર લાસ્ટ સ્ટેજ સુધી મફત કરશે..દરેક લોકોએ પોતાનું હેલ્થ કાર્ડ મેળવી લેવું જેના કારણે તેમને કોઈ તકલીફ પડે અને તેવો સરકારની યોજનાનો લાભ લઈ શકે..જેને જરૂરિયાત છે તેમને સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ જેને જરૂર નથી તે લાભ લે જેથી તેમાંથી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ ખર્ચી શકીએ.

Download Our B K News Today App



Related News