મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મુક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-30 15:33:34
  • Views : 64
  • Modified Date : 2023-12-30 15:33:34

આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મુક્યો છે.રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે AMC દ્વારા આજથી એટલે કે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે.જેમાં દેશ- વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળશે. ફ્લાવર શો જોવા માટે 17 દિવસમાં 10 લાખથી વધુ લોકો મુલાકાતીઓ ઉમટે તેવી શક્યતા છે.તો ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો આ ફ્લાવાર શોમાં દેશ-વિદેશના ફૂલ છોડ સાથે 33 આકર્ષિત સ્કલ્પચર તૈયાર કરાયા છે.વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ પર ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર તૈયાર કરાયા છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્કલ્પચર તૈયાર કરાયું છે. તો 400 મિટરની ગ્રીન વોલ તૈયાર કરાઈ છે. જેમાં 150થી વધુ પ્રકારના 7 લાખ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ભારતના બંધારણની પ્રતિકૃતિ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્યમંદિર, ચંદ્રયાન-3 જેવા અલગ અલગ સ્કલ્પચર બનાવાયા છે. શાળામાંથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.સવારે 9થી રાત્રીના 10 સુધી મુલાકાત લઈ શકાશે. તો આ વખતે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે.સોમથી શુક્ર ટિકિટનો દર 50 રાખવામાં આવ્યો છે.જ્યારે શનિ-રવિવારે 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જે માટે 28 ટિકિટ બારી રાખવામાં આવી છે.

Download Our B K News Today App



Related News