મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ જૂનાગઢ,ગીર સોમનાથમાં હવાઈ નિરિક્ષણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 15:59:36
  • Views : 122
  • Modified Date : 2023-07-21 15:59:36

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રઘાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે. ભારે વરસાદના પગલે જે નુકસાન થયુ છે. તેનું હવાઈ નિરીક્ષણ કર્યુ છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દ્વારકા જિલ્લાના ચારે તાલુકામાં મેઘની કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. તેમજ દ્વારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News