રાજેસ્થાન : ગેહલોતે કહ્યું- કેન્દ્ર સરકાર આંકડાબાજી છોડીને વેક્સિન આપે, ત્રીજી લહેરની બાળકો પર અસર થશે તો દેશ માફ નહીં કરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 16:22:01
  • Views : 357
  • Modified Date : 2021-05-25 16:22:01

    મુખ્યમંત્રી અશોક ગેહલોતે વેક્સિનેશન વિશે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે વેક્સિનની વ્યવસ્થા નહીં થાય તો ત્રીજી લહેરમાં હવેથી વધારે સ્થિતિ ખરાબ થઈ શકે છે. અમે બાળકોને બચાવી નહીં શકીએ. ગેહલોતે સતત ત્રણ ટ્વીટ કરીને કેન્દ્ર પર પ્રહાર કર્યા છે.

    વેક્સિન મુદ્દે લાંબા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે. ભાજપનેતા રાજસ્થાનમાં વેક્સિનેશનમાં ખરાબ વ્યવસ્થાનો આરોપ લગાવીને મુખ્યમંત્રી પર સતત આરોપ લગાવી રહ્યા છે. 18 વર્ષથી 44 વર્ષ સુધીની ઉંમરવાળા લોકોની વેક્સિનેશનની જવાબદારી રાજ્યો પર છે. મુખ્યમંત્રી ગેહલોત ઘણીવાર નિવેદન જાહેર કરી ચૂક્યા છે કે અત્યારસુધી જેટલું પણ વેક્સિનેશન થયું છે એ કેન્દ્ર સરકારે ફ્રીમાં કરાવ્યું છે. તેથી હવે દરેક ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકાર ફ્રીમાં વેક્સિનેશન કરાવે.

    રાજ્ય સરકારે 18થી 44 વર્ષની ઉંમરવાળા માટે 1 કરોડ ડોઝ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને ઓર્ડર આપ્યો છે, પરંતુ અત્યારે ત્યાંથી માત્ર 16 લાખ ડોઝ જ મળ્યા છે. 3.25 કરોડની યુવા વસતિને વેક્સિનેશનના બે ડોઝ આપવા માટે અંદાજે 7 કરોડની આસપાસ સ્ટોકની જરૂર છે. રાજ્ય સરકારે વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડર પણ ભર્યું છે, પરંતુ અત્યારસુધી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી કે, ક્યારે કેટલી વેક્સિન કઈ કંપની આપશે.


Download Our B K News Today App



Related News