દિશાની ધરપકડ પછી વધુ 2 લોકો વિરુદ્ધ વોરન્ટ, પ્રિયંકા ગાંધીએ કહ્યું- બંદૂકવાળાઓ એક હથિયાર વગરની છોકરીથી ડરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:29:48
  • Views : 263
  • Modified Date : 2021-02-15 12:29:48

    ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં બેંગલુરુની 22 વર્ષીય એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડના બીજા દિવસે પોલીસ અન્ય લોકોની શોધ કરી રહી છે. દિલ્હી પોલીસે સોમવારે બે લોકો વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ જાહેર કર્યા છે. જેના નામ નિકીતા જૈકબ અને શાંતનુ છે. દિલ્હી પોલીસે હાલ એટલું જ જણાવ્યું છે કે ટૂલકિટ કેસમાં આ બન્ને પણ સામેલ છે.તો આ તરફ પ્રિયંકા ગાંધીએ એક કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમા લખ્યું છે કે- બંદૂક વાળા એક હથિયાર વગરની છોકરીથી ડરે છે. ચિદમ્બરમે કહ્યું કે, શું એક ટૂલકીટ ભારતીય સીમામાં ચીની ઘુસણખોરીથી વધુ જોખમી છે?

    દિશાની ગ્રેટા થનબર્ગ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં શેર કરાયેલી ટૂલકિટના કેસમાં રવિવારે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ટૂલકિટ શેર કરી હતી. પોલીસનો આરોપ છે કે દિશાએ જ આ ટૂલકિટને સર્ક્યુલેટ કરી હતી.પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, બંદૂક વાળા લોકો હથિયાર વગરની છોકરીથી ડરે છે, હિંમતનું અજવાળું ફેલાયું છે હથિયાર વગરની છોકરીથી.ચિદમ્બરે કહ્યું હતું કે ભારત નકામી ચીજોનો મંચ બનતો જઈ રહ્યો છે. એ ખૂબ જ દુઃખની વાત છે કે દિલ્હી પોલીસ તાનાશાહોના હાથની કઠપૂતળી બની ગઈ છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનેતા જયરામ રમેશે દિશાની ધરપકડ અંગે કહ્યું, આ ખરાબ હરકત છે. આ ધમકાવવાનું કામ છે. કોંગ્રેસનેતા શશિ થરુરે કહ્યું, ભારતમાં ખેડૂત આંદોલનને દબાવવા માટે જે રીતે રાજકીય વિરોધ અને વૈચારિક આઝાદી પર હુમલાઓ થઈ રહ્યા છે, દિશા રવિની ધરપકડ એમાં નવું પગલું છે. શું ભારત સરકારને વિશ્વમાં પોતાની છબી ખરાબ થશે એની બિલકુલ પરવાહ નથી.

    લેફ્ટ નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે આજે મોદીરાજ એ વિચારે છે કે ખેડૂતોની ધરપકડથી તેમનો સંધર્ષ નબળો પડી જશે, જોકે આ ધરપકડ યુવાઓને જગાડશે અને લોકશાહીને મજબૂત કરશે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે સવાલ એ છે કે એ લોકોની ક્યારે ધરપકડ કરવામાં આવશે, જે પોતાના શબ્દોની ટૂલકિટથી સવાર અને સાંજે દેશ તથા સમાજની એકતાને તોડી રહ્યા છે, જેઓ નફરત અને ભાગલાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

    ખેડૂતનેતા દર્શનપાલ સિંહે કહ્યું, સંયુક્ત ખેડૂત મોરચા યુવા ક્લાઈમેટ એક્ટિવિસ્ટની ધરપકડનો વિરોધ કરે છે, જેમણે ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. અમારી માગ છે કે તેમને ઝડપથી અને કોઈપણ પ્રકારની શરત વગર છોડવામાં આવે.

    દિલ્હી પોલીસની સાઈબર સેલે શનિવારે 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની બેંગલુરુથી ધરપકડ કરી હતી. દિશા ફ્રાઈડે ફોર ફ્યુચર કેમ્પેનની સંસ્થાપકોમાંથી એક છે. દિલ્હીની કોર્ટે તેને 5 દિવસ માટે સ્પેશિયલ સેલની કસ્ટડીમાં મોકલી છે. પોલીસે તેને રવિવારે સાંજે 4 વાગ્યે સાઈબર સેલની દ્વારકા ઓફિસે લાવ્યાં હતાં. અહીં જ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. દિલ્હી પોલીસ મુજબ, દિશાએ જ ટૂલકિટનું ગૂગલ ડોક બનાવીને એને સર્ક્યુલેટ કર્યું હતું. એ માટે તેને વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. એ આ ટૂલકિટના ડ્રાફ્ટિંગમાં સામેલ હતી.

    પોલીસે જણાવ્યું હતું કે દિશાએ કબૂલ્યું છે કે તેણે ટૂલકિટમાં અનેક માહિતીઓ નાખી હતી અને એને એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. તેણે જ ટૂલકિટ એડિટ કરીને ગ્રેટા થનબર્ગની સાથે શેર કરી હતી. જ્યારે તેનું આ ષડયંત્ર સાર્વજનિક થઈ ગયું, તો તેણે ગ્રેટાને મેન ડોક્યુમેન્ટ રિમૂવ કરવાનું કહ્યું. તો દિશા રવિના ખાલિસ્તાન સમર્થક પોઈન્ટિક જસ્ટિસ ફાઉન્ડેશનની સાથે દેશવિરોધી પ્રચારમાં સામલે હોવાની જાણકારી પણ મળી છે.

    ટૂલકિટ એક ડોક્યુમેન્ટ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર સમર્થન કઈ રીતે એકત્રિત કરવામાં આવે. કેવા પ્રકારના હેશટેગનો ઉપયોગ કરવામાં આવે, દેખાવ દરમિયાન કોઈ મુશ્કેલી આવી તો કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવામાં આવે? આ દરમિયાન શું કરવું જોઈએ અને શું કરવાથી બચવું જોઈએ.દિશા નોર્થ બેંગલુરુના સોલાદેવના હલ્લી વિસ્તારની રહેવાસી છે. 21 વર્ષની દિશાના પિતા મૈસૂરમાં રહે છે અને વ્યવસાયથી એથ્લેટિક્સ કોચ છે. દિશાની માતા હાઉસવાઈફ છે. સ્પેશિયલ સેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર તે ગ્રેટાની ટૂલકિટ કેમ્પેનનો હિસ્સો હતી.


    ગ્રેટાએ 3 ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું. તેમણે એમાં એક ટૂલકિટ શેર કરી હતી. એમાં 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા દેખાવો વિશે માહિતી શેર કરવામાં આવી હતી. એ પછી ટ્વિટરે આ ડોક્યુમેન્ટને પ્રતિબંધિત કરીને ગ્રેટાની ટ્વીટને ડિલિટ કરી હતી. એ પછી સમાચાર આવ્યા હતા કે દિલ્હી પોલીસે ગ્રેટાની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જોકે પછીથી પોલીસે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી અને જણાવ્યું હતું કે FIRમાં કોઈનું પણ નામ લખવામાં આવ્યું નથી. આ કેસ માત્ર ટૂલકિટ બનાવનારની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે અને એ હાલ તપાસનો વિષય છે.

    બીજી તરફ, ખેડૂત આંદોલનના સપોર્ટમાં ટ્વીટ કરનારી સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પર દિલ્હી પોલીસે FIR ફાઈલ કરી છે. આરોપ છે કે ગ્રેટાએ નવા કૃષિ નિયમ વિરુદ્ધ ઘણાં વાંધાજનક ટ્વીટ કર્યાં હતાં. આ ટ્વીટ્સ પાછળ કોઈ ઇન્ટરનેશનલ ષડયંત્રની તપાસ માટે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.


Download Our B K News Today App



Related News