દાબેલા ચણા ખાતા પહેલા ચેતી જજો, રાજકોટમાં ગોડાઉનમાંથી આ સ્થિતિમાં મળી આવ્યા ચણા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-25 16:19:13
  • Views : 111
  • Modified Date : 2023-08-25 16:19:13

જો તમે દાબેલા ચણા ખાતા હોવ તો ચેતી જજો. આવું એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે રાજકોટમાં દાબેલા ચણાના ગોડાઉનમાંથી ખરાબ સ્થિતિમાં ચણા અને તેલનો જથ્થો મળી આવ્યો છે.ગોડાઉનમાં મુકેલા ચણાના દ્રશ્યો તમે જોશો તો તમે દાબેલા ચણા ખાતા પહેલા 100 વખત વિચારશો. રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં આવેલા RGS ગૃહ ઉદ્યોગમાં આ ચણા મળી આવ્યા છે.અહીં આરોગ્ય વિભાગે દરોડા પાડતા ગોડાઉન ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યું હતુ. તો ચણા જમીન પર ખુલ્લી જગ્યામાં પડેલા જોવા મળ્યા. જેમાં જીવાત, ફૂગ, પથ્થર પણ જોવા મળ્યા. એટલું જ નહીં તૈયાર થયેલા દાબેલા ચણાનો જથ્થો પણ ખુલ્લામાં નીચે ધૂળ સાથે પડેલો હતો. તો દાબેલા ચણા બનાવવામાં ઉપયોગમાં લેવાતું તેલ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું. આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News