છોટાઉદેપુર જિલ્લામાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી બનતું વર્ટિકલ ગાર્ડન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 13:17:47
  • Views : 359
  • Modified Date : 2019-10-07 13:17:47

છોટાઉદેપુર જિલ્લામાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાંથી વર્ટિકલ ગાર્ડન બનાવવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે.જિલ્લાની પાંચ જેટલી પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા મળીને વર્ટિકલ ગાર્ડન બનાવ્યું.સંખેડા અને છોટાઉદેપુર તાલુકા પંચાયત બિલ્ડીંગમાં પણ વર્ટિકલ ગાર્ડન પ્રવેશ દ્વાર પાસે જ બનાવાયું.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના તાલુકા સેવાસદનમાં તત્કાલીન મામલતદાર મયુરભાઇ પરમારે વર્ટિકલ ગાર્ડન બનાડાવ્યું હતું.જેમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાં જ ફૂલ છોડ ઉછેરીને દિવાલ ઉપર જ બગીચો બને છે.આ રીતે જિલ્લામાં પ્રથમ વખત જ આ પ્રયોગ કરાયો હતો.આ પ્રયોગ સફળ બન્યા બાદ જિલ્લામાં શાળા કાળથી જ વિદ્યાર્થીઓ પ્લાસ્ટીકની ગંભીર અસરોથી વાકેફ થાય અને જ્યાં ત્યાં ફેંકી દેવાતી બોટલોને ભેગી કરીને તેમાં અન્ય પ્લાસ્ટિકના કચકડા તેમજ માટી ભરીને એક પ્લાસ્ટિકનું આખુય હાઉસ જેતપુર પાવી ખાતેના સેવાસદનમાં બનાવાયું છે. આજ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પાંચ જેટલી પ્રાથમિક શાળાઓમાં ફિલ ધ બોટલ મૂવમેંટના ભાગરૂપે આ રીતે વર્ટિકલ ગાર્ડન બને એવો પ્રયાસ હાથ ધરાયો હોવાનું જણાવતા છોટાઉદેપુર એસ.ડી.એમ. મયુરભાઇ પરમારે જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લા આ વિસ્તારમાં આમલીફળિયા,તાલુકા પ્રાથમિક શાળા 2,સીમલફળિયા,જામલા વિગેરે કુલ પાંચ જેટલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વર્ટિકલ ગાર્ડન બનાવ્યું છે.કોઇ પણ જાતના ટેકનિકલ સપોર્ટ વિના જ આ રીતે પ્લાસ્ટિકની બોટલો જે જ્યાંત્યાં ફેંકી દેવાય છે તેમાં જ ફૂલ છોડ ઉછેરી શકાય છે.એ રીતે ફૂલ છોડ ઉછેરીને પ્લાસ્ટિકની બોતલોનો ઉપયોગ કરીને વર્ટિકલ ગાર્ડન બનાવ્યું છે.બોટલમાં ફૂલ છોડ ઉછેરવાથી વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ પણ વધી શકે છે.જે એક રીતે ક્લાઇમેંટ ચેંજ સામે લડવામાં પણ ઉપયોગી હથિયાર બની શકે એમ છે.વિધાર્થીઓ બાલ્યવસ્થાથી જ આ રીતે તૈયાર થાય અને શિક્ષકો પણ આ રીતે પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરે એવી પ્રેરણા લઇ બીજા બાળકો અને શિક્ષકો પણ આ રીતે બીજા શિક્ષકો પ્રેરણા લે.છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પણ શિક્ષકોએ વર્ટિકલ ગાર્ડન બનાવ્યું છે.સંખેડા તાલુકા પંચાયતમાં પણ પ્રવેશ દ્વાર પાસે આઇ.એ.એસ.તાલુકા વિકાસ અધિકારી શિવાની ગોયલે વર્ટિકલ ગાર્ડન પંચાયત ભવનના ઉદઘાટ્ન પૂર્વે બનાવડાવ્યું છે.

Download Our B K News Today App



Related News