ડીસાના છોટાપુરા ગવાડી વિસ્તાર ગદકીમાં ગરકાવ: રોગચાળાનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 11:09:24
  • Views : 177
  • Modified Date : 2022-05-26 11:09:24

 

- નગરપાલિકા દ્વારા સાફસફાઈ પ્રત્યે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ

 

ડીસા નગરપાલિકા વોર્ડ માં આવેલ છોટા પુરા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ થી સફાઈ થતા ઠેરઠેર ગંદા પાણી ની ગટરો ઉભરાઈ જતા રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે

ડીસા નગરપાલિકા ના વોર્ડ માં આવેલ છોટાપુરા મિનારા મસ્જિદ નજીક આવેલ ગંદા પાણી ગટરો સફાઈ થતા વારંવાર ઉંભરાઈ જતા ઠેરઠેર ગંદા પાણી ના તળાવો ઉભરાઇ જાય છે જેથી મચ્છરો નો ઉદભવ થાય છે  મસ્જિદ માં દિવસ માં પાંચ ટાઈમ નમાઝ પઢવા જગા નમાંઝીઓ ને ભારે તકલીફ વેઠવી પડે છે અંગે સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા માં જાણ કરેલ.પરન્તુ હોતી હૈ ચાલતી હૈ ની નીતિ અપનાવાય છે નગરપાલિકા દ્વારા સફાઈ વેરા સહિત ના વેરા વસુલ કરાય છે પરંતુ સુવિધા આપતા નગરપાલિકા સામે લોકો રોષ ઠાલવ્યો હતો  જેથી નગરપાલિકા ચીફ ઑફિસર તાત્કાલિક છોટાપુરા વિસ્તારમાં સફાઈ કરાવી લોકો ને રોગ ના ભરડામાં થી બચાવે તેવી જાગૃત નાગરિકોએ માંગણી છે

Download Our B K News Today App



Related News