ડીસાના હવાઈ પીલ્લર નજીક છોટા હાથીની ટક્કરથી આધેડનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 06:44:36
  • Views : 470
  • Modified Date : 2019-04-05 06:44:36

ડીસાના હવાઈ પીલ્લર નજીક  હાઇવે પર  એક છોટા હાથીએ રાહદારીને ટક્કર મારતા રાહદારીએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.ડીસા શહેરના  હાઇવે વિસ્તાર પર બપોરના સમયે ડીસાના દિલીપભાઇ રાવલ નામના આધેડ શખ્સ શાકભાજીની ખરીદી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો અને તેની આ મુસાફરી તેના માટે અંતિમ સાબિત થઈ હતી. દિલીપભાઈ રાવલ નામના શખ્સ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન હાઇવે પરથી પસાર થઈ રહેલા છોટા હાથીની ટક્કર લાગતાં દિલીપભાઈ રાવલ નામના આ આધેડ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અકસ્માત બાદ વાહનચાલક વાહન  મૂકી ફરાર થઈ ગયો હતો.   આ બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આધેડ દિલીપભાઈ રાવલને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબ દ્વારા દિલીપભાઈ રાવલને મૃત જાહેર કરવામાં આવતા મૃતક દિલીપ રાવલના મૃતદેહને ડીસા સિવિલમાં પી.એમ. માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ આ અંગે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News