ગઢ ખાતે ઠંડી છાશની પરબ શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:19:39
  • Views : 462
  • Modified Date : 2019-04-16 06:19:39

ગઢ ખાતે  ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગઢ તેમજ આજુબાજુના ગામના આવતા રાહદારીઓને ગરમીમાં રાહત મળી રહે તેને ધ્યાને લઈ સતત બીજા વર્ષે ડો.જયેશભાઈ પટેલ નિજ ક્લિનિક દ્વારા તેમની માતાની યાદમાં  છાશની પરબની શરૂઆત કરવામાં આવી હતી. આખા ઉનાળા દરમિયાન અહીં આવતા જતા લોકો ઠંડી છાશનો લાભ માણસે, તેમજ છાશ દેવોને પણ પ્રિય હતી.
હાલ દરેક જગ્યાએ પાણીની પરબ તો ઠેકઠેકાણે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા શરૂ કરાતી હોય છે. ત્યારે બીજી બાજુ જયેશભાઈએ ઠંડી છાશની પરબ શરૂ કરતા  લોકો છાશનો લાભ લઇ આનંદ લઈ આશીર્વાદ આપી રહ્યા છે. જેમાં પરબના ઉદ્‌ઘાટન પ્રસંગે રોટરી સેવાદળ ગઢના પ્રમુખ ડો. એલ.સી.
પટેલ, ગઢ કેળવણી મંડળના મંત્રી રુપસિંહભાઈ ચૌહાણ તથા ગઢના વડીલો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહી ઠંડી છાશ પીવાનો આનંદ માણ્યો હતો.
ગઢના તબીબ જયેશભાઈએ તમામ લોકોને એક સંદેશ પાઠવ્યો હતો કે તમામ લોકોએ પોતાની આવકમાંથી થોડો યથાશક્તિ હિસ્સો સારા કાર્યમાં વાપરવો જોઈએ. તમે જેટલુ સારા કાર્યમાં વાપરશો તેટલુ જ કુદરત તમને પરત આપશે આમ સેવાનો સંદેશ પાઠવ્યો હતો.


Download Our B K News Today App



Related News