પાલનપુરમાં વિનામૂલ્યે છાસનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:54:24
  • Views : 443
  • Modified Date : 2019-04-08 05:54:24

પાલનપુરમાં જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ  ચિરાગભાઈ સી. વૈષ્ણવની સૂચનાથી અને દાતા નીરવભાઈ માળી અને વિકીયભાઈ બારોટના સહયોગથી પાલનપુર ગુરુનાનાક ચોક હનુમાનજીના  મંદિરની બાજુમાં ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં લોકોએ  ઠંડી છાશ પીને ખુબ આનંદ લીધો હતો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર આવા અવાર નવાર કાર્યક્રમ થતાંજ હોય છે. આ કાર્યક્રમમાં જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના મંત્રી દેવરામભાઈ રાવલ
જી. પ્રમુખ વિકીયભાઈ બારોટ,
પા. તા. પ્રમુખ હિતેશભાઈ પરમાર, બ્રિજેશભાઈ, જયપ્રકાશભાઈ,  પ્રદીપભાઈ, સંજયભાઈ, ચિરાગભાઈ,  વિક્રમભાઈ,  સુનિલભાઈ ઠાકોર તેમજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News