ચાંગામાં શ્રીમદ્દ ભગવદ્દ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રીકૃષ્ણ તથા રૂકમણી વિવાહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 10:30:53
  • Views : 637
  • Modified Date : 2019-04-05 10:30:53

કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના  ભુવાજી દેસાઇ ચેહરાભાઇ જોરાભાઇ તેમજ સમસ્ત ચાંગા ગ્રામજનો દ્વારા આયોજીત શ્રીમદ ભાગવદ કથા પારાયણ જ્ઞાનયજ્ઞનુ રસપાન ગઈ તા.૩૦-૦૩-૨૦૧૯ થી આચાર્ય ગૌતમભાઇ -ખરડોલવાળાના મુખારવિંદે કથાનુ રસપાન કરી રહ્યા છે.
કથાના છઠ્ઠા દિવસે તા.૦૪-૦૪-૨૦૧૯ ને દિવસે રૂકમણી-શ્રીકૃષ્ણ વિવાહ પ.પૂ.ધ.ધૂ.મહંત ૧૦૦૮ બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજ, દેવદરબાર- જાગીરમઠની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરાયું હતું. વરપક્ષનો ચડાવો દેસાઈ ઈશ્વરભાઈ નાગજીભાઇએ લીધેલ જેઓ શ્રીકૃષ્ણ (ભાણી- રિદ્ધિ બાબુભાઈ દેસાઈ કૂડવા) ની વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જાન લઈ આવેલ. સામે કન્યાપક્ષનો ચડાવો દેસાઇ રમેશભાઇ જીવાભાઇએ લીધેલ રૂકમણી (શ્રધ્ધા મોતીભાઈ દેસાઈ) સાથે ધામ-ધૂમ પૂર્વક પંડિત રમેશભાઈ ડી.જોષી-સૂરણા તથા જોષી-ખરડોલવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શરણાઈના સૂરો વચ્ચે લગ્ન વિધિ યોજાયા હતાં. મામેરાપક્ષે દેસાઇ ખેગારભાઇ લીલાભાઇએ મામેરામાં રોકડા ૧૧,૦૦૦/૦૦ નું મામેરું ભરેલ. કથાનું રસપાન, શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહ, મામેરાનો અવસર તેમજ પ.પૂ.ધ.ધૂ.મહંત ૧૦૦૮ બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજના આશીર્વાદ લઈ ચાંગા ગામની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવેલ. આ પ્રસંગે કાંકરેજી આંજણા ચૌધરી સમાજનાં નવીન દેસાઈ વીરભણભાઈ  ડી.પટેલ, હરદાસભાઈ પટેલ, એસ.ટી.બસના પ્રામાણિક કંડક્ટર ગમનભાઈ સી.દેસાઈ, ખેંગારભાઈ દેસાઈ, વાલાભાઈ પટેલ, કલ્યાણભાઈ દેસાઈ, વાઘાભાઈ ફાફ તેમજ ચાંગા ગામની તથા આજુ બાજુ ગામની ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં હાજર રહેલ.


Download Our B K News Today App



Related News