શક્તિપીઠ અંબાજીમાં " ચૈત્રી નવરાત્રી" નો આજથી પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 06:42:19
  • Views : 692
  • Modified Date : 2019-04-06 06:42:19

વિશ્વના સૌથી મોટા તીર્થસ્થળ  અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે અને નવ દિવસ સુધી શક્તિની ઉપાસના  કરવા માતાજીના ભક્તો અંબાજી  તીર્થ સ્થળમાં ઉમટશે. અંબાજી મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામમાં અંબાનું પ્રાચીન સ્થળ તરીકે જગ  વિખ્યાત છે.   ચૈત્રી નવરાત્રી મહોત્સવ દમિયાન અંબાજી મંદિરનો સમય

સવારની આરતી ઃ-  ૭ થી ૭ઃ૩૦ 

સવારના દર્શન ઃ- ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦

રાજભોગ બપોરે ઃ-  ૧૨ વાગે

બપોરના દર્શન ઃ- ૧૨ઃ૩૦ થી ૪ઃ૩૦

સાંજની આરતી ઃ- ૭ થી ૭ઃ૩૦

રાતના દર્શન ઃ- ૭ઃ૩૦ થી ૯ વાગે સુધીનવરાત્રીના બીજા દિવસથી આઠમ સુધી રોજ સવારે માતાજીની બે આરતી થશે

અંબાજી મંદિરમાં સવારની એક મંગળા આરતી ગર્ભગૃહમાં થાય છે. જયારે બીજી આરતી ઝવેરાની માતાજીના વાઘ પાસે થાય છે અને આઠમના રોજ ઝવેરા હવનમાં આહુતિ આપી ઝવેરાનું વિસર્જન કરવામાં આવે છે, આઠમના રોજ સવારે ૬ વાગે આરતી થશે. અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન 

ચૈત્રી નવરાત્રી મહોત્સવ દમિયાન અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ  ૬/૪/૧૯ શનિવારે સવારે ૮ઃ૧૫ વાગે મંદિરમાં માતાજીના વાઘ પાસે થશે. કોટેશ્વર તીર્થથી  જળ લાવી આ વિધિ ભટ્ટજી મહારાજ અને  વિદ્વાન પંડિતોની હાજરીમાં થશે જેમાં  ઝવેરા વિધિ કર્યા બાદ આઠમ સુધી માતાજીના ઝવેરાની પૂજા કરવામાં આવે છે.


Download Our B K News Today App



Related News