સ્વર્ગ નગરી અંબાજીમાં ચૈત્રી નવરાત્રિએ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 05:40:44
  • Views : 522
  • Modified Date : 2019-04-07 05:40:44

વિશ્વના સૌથી મોટા તીર્થ  સ્થળ  અંબાજીમાં ચૈત્રી નવરાત્રિનો શનિવારથી પ્રારંભ થયો છે અને નવ દિવસ સુધી શક્તિની ઉપાસના  કરવા માતાજીના ભક્તો અંબાજી તીર્થ સ્થળમાં ઉમટ્યા હતા. અંબાજી મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોઈ આ ધામમાં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ તરીકે જગ  વિખ્યાત છે.  અંબાજી ગુજરાતનું આદ્યશક્તિ પીઠ તરીકે ભારતભરમાં જાણીતુ છે. શનિવારે અંબાજી મંદિરમા માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ અને સવારની મંગળા આરતીમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ત્યારબાદ ઘટ સ્થાપન વિધિ ભટ્ટજી  મહારાજની હાજરીમાં થઇ હતી સાથે અંબાજી મંદિરના અધિકારીગણ હાજર રહ્યા હતા.

ચૈત્રી નવરાત્રિ મહોત્સવ દમિયાન અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન વિધિ  આજે ૬/૪/૧૯ શનિવારે સવારે ૯ વાગે મંદિરમાં માતાજીના વાઘ પાસે થઇ હતી. કોટેશ્વર તીર્થથી  જળ લાવી આ વિધિ ભટ્ટજી મહારાજ અને વિદ્વાન પંડિતોની હાજરીમાં થઇ હતી.  જેમાં  ઝવેરા વિધિ કર્યા બાદ આઠમ સુધી માતાજીના ઝવેરાની પૂજા પાઠ કરવામાં આવે છે.  ઝવેરા વિધિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ વિધાનથી સાત પ્રકારના અનાજ મિશ્રિત કરી  કરવામાં આવી હતી. ઝવેરા વિધિનું અનેરૂ મહત્વ છે. જેમાં માટીમાં ઝવેરા લઇ નાળિયેરના ભાગમાં  ખુલ્લો કરી આ વિધિ થાય છે. ત્યારબાદ માતાજીને  ભોગ ધરાયા બાદ આરતી કરી, આ સાથે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના બીજા દિવસથી આઠમ સુધી રોજ સવારે માતાજીની બે આરતી થશે. અંબાજી મંદિરમાં સવારની એક મંગળા આરતી ગર્ભગૃહમાં થાય છે જયારે બીજી  ઝવેરાની આરતી  માતાજીના વાઘ પાસે થાય છે અને આઠમના રોજ ઝવેરા હવનમાં આહુતિ આપી ઝવેરાનું વિસર્જન કરવામાં આવે છે. આઠમના રોજ સવારે ૬ વાગે આરતી થશે તેમ મંદિરના સતાવાળાઓએ જણાવ્યું હતું. 

ઘટ સ્થાપન વિધિમાં દાંતા પ્રાંત અધિકારી કે.એસ. ચાવડા, અંબાજી મંદિરના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિ, બાંધકામ શાખાના ઈન્જીનિયર જી.એલ.પટેલ, ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી અને હરદાસ પરમાર સાથે વિદ્વાન પંડિતો હાજર રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News