સરકારી નોકરી આપવાનું કહીને એક કરોડની છેતરપીંડી કરનાર પતિ-પત્નિ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 12:07:20
  • Views : 814
  • Modified Date : 2020-06-25 12:07:20

ગાંધીનગર શહેરમાં સેક્ટર-૨૬ માં રહેતા કિશોરને સરકારી નોકરીની લાલચ આપી થોડા સમય પહેલા ૧ કરોડ જેટલી રકમની છેતરપીંડી કરનાર પતિપત્નીને ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧ પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી તેમની વિરૂધ્ધ ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર શહેરમાં સેક્ટર-૨૬ માં રહેતા કિશોર હજીવનદાસ પ્રજાપતિએ થોડા સમય
પહેલા ગાંધીનગર શહેરના સેકટર-૨૧ પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ૧ કરોડ જેટલી રકમની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની હકીકત એવી છે કે, બન્ને આરોપી પતિપત્ની ભરત સોમાભાઈ પટેલ અને તેની પત્ની રિન્કુએ કિશોરને નોકરી આપવાના બહાને
છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સેક્ટર-૨૧ પોલીસે આ સંબંધિ ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કરતા બન્ને પતિપત્નીને વડનગર જિ. મહેસાણાથી પકડી પાડ્‌યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ અન્ય કોઈ પરિવાર કે કોઈ યુવક યુવતીઓ પાસેથી નોકરી આપવાના બહાને કોઈ ઠગાઈ કરી છે કે નહી તેની જાણકારી મેળવી તેમને કોર્ટ સમક્ષ રજૂ તેમના રીમાન્ડ મેળવવના ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News