સુંઢાના શિક્ષીકા બન્યા છેતરપિંડીનો ભોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:29:11
  • Views : 269
  • Modified Date : 2021-03-12 10:29:11

પાલનપુર તાલુકાના સુંઢા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતા રાજીબેન પટેલના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબરથી કોલ આવેલો અને હિન્દીભાષી યુવક દ્વારા તેમના એટીએમ કાર્ડને ચાલુ કરવાનું કહેતા શિક્ષીકા દ્રારા વિશ્વાસમાં આવી એટીએમનો નંબર આપી ઓટીપી આપતા ૭ વખત
ટ્રાન્જેકસન કરીને ૪૧૯૩૫ રુપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. શિક્ષીકા દ્વારા બેંન્કમાં જઈ તપાસ કરતા તેમના નાંણા ઉપડી જવાનું માલુમ પડતા અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા અજાણ્યા મોબાઈલ ધારક સામે ગઢ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી
સરકાર  અને બેન્કો દ્વારા અવારનવાર લોકોને જાગૃત કરવા સંંદેશાઓ પાઠવવામાં આવે છે. છતાંય ઘણીવાર લોકો છેતરપિંડીનો શિકાર બની જાય છે. અને નાંણા ખોવાનો વારો આવે છે. આવોજ એક બનાવ
પાલનપુર તાલુકાના સુંઢા ખાતેથી સામે આવ્યો છે. સુંઢા પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા રાજીબેન વીરાભાઈ પટેલના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબરથી કોલ આવેલો. અને તેમને જણાવેલ કે તમારું આઈઆઈસી બેન્કનું એ.ટી.એમ કાર્ડ બંધ છે. અને તેને ચાલુ કરાવવું હોય તો હું બેન્ક મેનેજર બોલું છું જેથી રાજીબેન વિશ્વાસમાં આવી હા પાડતા તેમના એટીએમનો ૧૬ આંકનો નંબર માંગતા તેમણે નંબર આપ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઈલમાં આવેલ ઓટીપી માંગતા ૭ વાર
ઓટીપી આપતા તેમના ખાતામાંથી અલગ અલગ ૭ વાર ટ્રાન્જેકશન કરીને રૂ.૪૧૮૩૫ અજાણ્યા શખ્સે
પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. જેથી શિક્ષીકા રાજીબેન દ્વારા સુંઢા બેન્કની શાખામાં જઈ પાસબુક એન્ટ્રી કરાવતા તેમાના ખાતામાંથી
પહેલા ૫૦૦૦ બીજા ૧૯૯૯ ત્રીજા ૫૦૫૩ ચોથા ૫૦૫૨
પાંચમા ૫૦૦૦ છઠ્ઠા ૯૯૯૯ સાતમા ૯૮૩૨ એમ કુલ મળીને ૪૧૯૩૫ રુપિયા ઉપડી જતાં છેતરાયા અહેસાસ થતાં ગઢ પોલીસ મથકે આવી અજાણ્યો મોબાઈલ નંબર. ૯૩૩૦૨૫૦૦૧૦ અજાણ્યા શખ્સ વિરુધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરાવવામાં હતી. જેથી ગઢ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી ડીસા સીપીઆઈ વાય એમ મિશ્રા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News