દિયોદરના તબીબ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:11:39
  • Views : 440
  • Modified Date : 2019-07-12 11:11:39

દિયોદરના એક તબીબે
પોતાના સંબંધીઓને અમદાવાદથી ગુવાહાટી જવા ખાનગી કંપની પાસેથી ૩ એર ટિકીટ બુક કરાવી હતી. પરંતુ તેમાંથી એક ટિકીટ કેન્સલ કરાવવા ખાનગી કંપની મેક માય ટ્રિપને કહ્યું તે બાદ તબીબને ફોન કરી મેક માય ટ્રિપ કંપનીના નામે વાત કરી. તબીબે કેન્સલ કરાવેલી ટિકીટના પૈસા પરત આપવાનું કહી તબીબનો એકાઉન્ટ નંબર લઇ તેમાં કેન્સલ કરાવેલી ટિકીટના રૂપિયા જમા કરાવવાની જગ્યાએ
એકાઉન્ટમાથી રૂ.૩.૫૦ લાખનુ બારોબારીયુ કરી તબીબને ચૂનો લગાવ્યો હતો. જેને લઇ તબીબે ફોન પર આવેલા મોબાઇલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
દિયોદરમાં જલારામ પાર્કમાં રહેતા અને ગોદાવરી મેટરનીટી હોસ્પિટલના તબીબ ડો.પ્રદીપકુમાર રામરતન મહેશ્વરીના ૩ સંબંધીઓ આસામના ગુવાહાટીથી પ્રદીપકુમારને મળવા તેમજ ગુજરાત ફરવા આવ્યા હતા.
પરંતુ તે બાદ તેમના ૨ સંબંધીઓને ગુવાહાટી પરત જવાનું થયું હતું. જ્યારે એક સંબંધી પ્રદીપકુમારને ત્યાં રોકાવાના હતા.
પરંતુ તેમને મેક માય
ટ્રિપ નામની ખાનગી
કંપનીમાંથી અમદાવાદથી ગુવાહાટી જવા ૩ એર ટિકીટ કરાવી દીધી હતી. તે બાદ તબીબને ત્યા રોકાનારા એક સબંધની ટિકીટ કેન્સલ કરાવવા તબીબે પોતાના મોબાઇલ
પરથી ૨૫ જૂને મેક માય
ટ્રિપ નામની ટ્રાવેલ બુકિંગ
કંપની સાથે મોબાઈલ પર વાત કરી હતી.
તે બાદ બે મોબાઇલ નં.૯૩૩૦૦૭૯૪૭૯ અને ૬૨૮૯૭૧૧૨૧૧ પરથી તબીબને ફોન આવ્યો અને મેક માય ટ્રીપ કંપનીમાંથી બોલે છે તેવું કહી કેન્સલ કરાવેલી એર ટિકીટના પૈસા પરત જમા કરવા તબીબનો એકાઉન્ટ નંબર તેમજ પેટીએમ નંબર માગ્યો હતો. ત્યારે તબીબે વિશ્વાસમાં આવી પોતાનો દિયોદર એસબીઆઇ બેન્ક ખાતાનો ખાતા નંબર તેમજ પેટીએમ નંબર કંપનીના માણસો સમજી આપી દીધો હતો. ત્યારે
એકાઉન્ટ નંબર આપ્યાના ૧૨ દિવસ બાદ તબીબના ખાતામાં ટિકીટના પૈસા પરત આવવાની જગ્યાએ રવિવાર અને સોમવારે રૂ.૩,૫૦,૦૦૦
ઉપાડી શખ્સો તબીબ સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે છેતરપિંડીનો ભોગ બનેલા તબીબે ફોન પર આવેલા મોબાઇલ નંબર ૯૩૩૦૦૭૯૪૭૯ અને ૬૨૮૯૭૧૧૨૧૧ના ધારકો સામે સોમવારે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News