ડીસામાં લગ્ન કરવાનું કહી છેતરપિંડી કરતાં નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:35:21
  • Views : 579
  • Modified Date : 2019-04-30 13:35:21

જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધતા જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બનવા પામ્યો હતો. એક પરિવારમાં બે યુવકોના લગ્ન કરાવવાના બહાને તેમની સાથે રૂ. ચાર લાખની છેતરરપિંડી થવા પામી હતી. આ બાબતની  પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના બ્રહ્મપુરી વાડીરોડ ખાતે રહેતા મહેશભાઈ રાવલ કે જેઓ રસોડાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. જેમાં મોટી દીકરી વિરલ કે જે તેની સાસરીમાં રહે છે. જ્યારે તેમના બંને પુત્રોના નામ બ્રિજેશ તથા અંકુર છે. જ્યારે મહેશભાઈના પત્નિ આજથી ર૦ વર્ષ પહેલાં મૃત્યુ  પામ્યા હોવાથી તેમના દીકરા તેમને રસોડા  કામમાં મદદ કરી રહ્યા છે.  જ્યારે તા. ૧૭-ર-૧૯ના રોજ ડીસાની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં રહેતા પોપટલાલ ત્રિવેદી કે જેઓ મહેશભાઈના પુત્ર બ્રિજેશને ઓળખતા હોવાથી તેઓ વારંવાર તેમના ઘરે આવતા હતા. ત્યારે મહેશભાઈએ કહેલ કે મારા બંને દીકરાઓ કુંવારા છે તેવું જણાવતા પોપટભાઈએ કહેલ કે આપણા સમાજમાં છોકરીઓની ખુબ અછત છે.  પરંતુ તમારા દીકરાઓને લગ્ન કરવા હોય તો મારા સંપર્કમાં બે છોકરીઓ છે  ત્યારે મહેશભાઈએ કહેલ કે પોપટભાઈ પોતે છોકરીઓની જવાબદારી લેતા હોય તો દીકરાઓના લગ્ન કરાવવા છે તેવું જણાવ્યું હતું.આમ વાતને ધ્યાને લઈ પોપટભાઈએ કહેલ કે બંને દીકરાઓના લગ્ન કરાવી આપું તો રૂ.૪ લાખ આપવા પડશે. તે શરતને મહેશભાઈએ સહમતી આપતા પોપટભાઈએ તા. ર૦-ર-૧૯ના રોજ ભરતભાઈ પટેલ (રહે. સુરત) નિતાબેન જાટ તથા શિતલબેન વાનખેડેને પોપટભાઈના ઘરે લઈ આવેલ. જ્યાં બંને દીકરાઓને છોકરીઓ તેમજ ભરતભાઈ સાથે મુલાકાત કરાવેલ  જે મુલાકાત બાદ લગ્ન કરાવવાનું નક્કી થયું હતું.આમ લગ્ન કરાવી આપવાની શરત પેટે મહેશભાઈએ રૂ.૪ લાખ આપ્યા હતા. ત્યારબાદ પોપટભાઈએ તા. રર-ર-૧૯ના રોજ કહેલ કે તમારા ઘરનું કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી છોકરીઓને તેમના માતા-પિતા પાસે મોકલો પછી હું તેમને પાછી લાવીશ તેવું કહીને મોકલ્યા બાદ તેઓ પરત ન આવતા મહેશભાઈએ પોપટભાઈને આ અંગે પૂછતા પોપટભાઈએ કહેલ કે તેઓ પરત નહીં આવે. આમ પોપટભાઈએ પોતાના મળતીયા માણસો સાથે રૂ.૪ લાખની છેતરપિંડી કરી હોવાની જાણ થતાં તેમની વિરૂધ્ધ ધોરણસરની તપાસ થાય તે માટે ફરિયાદ કરવામાં આવી છે. 


Download Our B K News Today App



Related News