સાયલા તાલુકાના ખેડુતો સાથે ત્રણ કરોડની છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 15:12:13
  • Views : 523
  • Modified Date : 2020-06-10 15:12:13

સુરેન્દ્રનગર જીલ્લા માં કપાસનું ઉત્પાદન મોટા પાયે થયુ છે પરંતુ ખેડુતો કપાસ વેચવા જાય તો વેપારીઓ ખેડુતો પાસેથી નિચા ભાવે કપાસ ખરીદ કરીને કે પછી અન્ય રીતે ખેડુતોને ભોગવવું પડે તેવા પેત્રા કરતા હોઇ છે અને ધરતીના તાત ખેડુતો પોતાના કુટુંબ સહિત રાત દિવસ કાળી મંજુરી કરી અને મોધા બિયારણો દવાઓના ખર્ચ કરી અને જુદાજુદા પાકો લેતા હોઇ છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલનો લાભ લઇ અને પોતે પગભર થવા મથતા હોઇ છે પરંતુ ખેડુતોને ધુતવા માટે બહુરૂપીયા પણ યેન કેન પ્રકારે જાળ બીછાવતા હોઇ છે.....ત્યારે આવોજ એક બનાવ સાયલા તાલુકાના ખેડુતો સાથે બન્યો છે... સાયલા તાલુકાના વાટાવચ્છ ગામે આરોપીઓ બાપ દિકરાઓ (1) રાયભણભાઇ મનજીભાઇ ગાબુ (2) રાજેશભાઈ રાયભણભાઇ (3) મહેશભાઈ રાયભણભાઇ એ સીતારામ ટ્રેડસ અને સંમય એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ખોલી ખેડુતોનો વિશ્ર્વાસ કેળવી અને પોતે વેપારી છે તેવો ડોળ કરી કપાસ ખરીદી ચાલુ કરી હતી અને આજુબાજુના જુદાજુદા ગામોના ખેડુતોનો કપાસ ખરીદ કરતા હતા અને રૂપીયા બાકી રાખતા હતા આમ આ ત્રણેય બાપ દિકરી આરોપીઓએ ખેડુતો પાસેથી 1, 50000  મણ રૂપીયા ત્રણ કરોડનુ  કપાસની ખરીદી કરી હતી તેમજ સાયલા ખાતે આવેલ પેટ્રોલ પંપ પરથી અલગ અલગ ગાડીઓમાં રૂપીયા 13.58 લાખનું ડીઝલ ઉધાર પુરાવેલ.....આમ એકંદરે ખેડુતો અને પેટ્રોલ પંપ સાથે ફ્રોડ કરી બન્ને પેઢીઓને તાળા મારી ઉઠમણું કરી આરોપીઓ બાપ દિકરાઓ પરિવાર સાથે ભાગી છુટયા હતા અને ખેડુતોને ખબર પડી ત્યારે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો....જેની ફરીયાદ અલગ અલગ ખેડુતો અને પેટ્રોલ પંપ માલીકે સાયલા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેથી સુરેન્દ્રનગર એસ.પી.એ આ ગુન્હાની ગંભીરતા જેતા તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોપી હતી....ત્યારે પોલીસે તપાસ કરતા આરોપીઓ ધરતીના તાત ખેડુતો સાથે રૂપીયા ત્રણ કરોડનુ ફ્રોડ કરી અને રાજય બાહાર નાશી ગયા હોવાની વિગત મળી હતી તેમજ આરોપીઓ સાતીર હોઇ તેઓ મોબાઇલ ન વાપરતા હોઇ જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ધરતી પુત્રોને ન્યાય મળે તે માટે આકાશ પાતાળ એક કરી અને આરોપીઓ લોકડાઉન દરમિયાન રૂપીયા ખુટતા સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં તેઓના મકાને આવવાના હોવાની બાતમીદારોની બાતમીથી તપાસ કરી આરોપીઓ રતનપર આવતા LCB  ટીમે આરોપીઓના મકાનને કોર્ડન કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા અને આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓ એ કબુલાત આપી હતી તેઓ પંદર વર્ષ થી ધંધી કપાસ લેવાનો કરતા હતા  અને  તેઓને ધંધામાં દેણુ થતા તેઓ ખેડુતોની રૂપીયા ત્રણ કરોડનુ કપાસ ખરીદી રૂપીયા ન આપી અને ફ્રોડ કરી અને રાતના સંમયે નાશી જઇ અને અમદાવાદ થી પ્લેનમાં દિલ્લી અને ત્યાથી હરીયાણા ના પાણીપત ખાતે આવી અને રહેતા હતા.....આમ આરોપીઓ એ એ પણ કબુલાત આપી હતી કે લોકડાઉનમાં રૂપીયા ખુટતા અને ખાવાના પણ પાણીપતમાં સાસા પડતા પરતા સુરેન્દ્રનગર રતનપર આવ્યા હતા અને પોલીસના હાથે ચડી ગયા હતા....પરંતુ હાલ સાયલા તાલુકાના અલગ અલગ ખેડુતોના કપાસ ખરીદી અને રૂપીયા ત્રણ કરોડ જેટલી રકમ લઇ અને નાશી જનાર પિતા પુત્રો આરોપીઓ પાસેથી પોલીસ  ખેડુતોને રકમ કયારે અપાવે છે ને ખાડુતોને કયારે ન્યાય મળે છે તેમજ આરોપીઓને ન્યાય તંત્ર શુ સજા આપે છે તે જોવું રહ્યુ

Download Our B K News Today App



Related News